GSTV
Home » News » ધોનીએ કરી લીધી છે સન્યાસની પૂરી તૈયારી, Videoમાં જુઓ શું છે ‘માહી’નો રિટાયરમેન્ટ પ્લાન

ધોનીએ કરી લીધી છે સન્યાસની પૂરી તૈયારી, Videoમાં જુઓ શું છે ‘માહી’નો રિટાયરમેન્ટ પ્લાન

MS dhoni painting

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની એક વીડિયોના માધ્યમથી તેના રિટાયરમેન્ટની યોજના પ્લાન કરી છે. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા પછી તે પોતાનો આ શોખ પૂરો કરવા માગે છે. જેને લઈને અંદાજ લગાવવામાં આવે છે કે આ દિગ્ગજ ક્રિકેટર થોડા સમયમાં નિવૃત્તિ જાહેર કરે.

આઈસીસી વિશ્વ કપ પછી ધોનીની નિવૃત્તિની સંભાવના અંગે ચર્ચા ચાલી રહી છે, ત્યારે ધોનીએ કેટલીક પેઈન્ટિંગ દર્શાવી હતી. બાળપણના સપનાંની વાત કરતાં તે કહે છે કે, હું ચિત્રકાર બનવા માગતો હતો. આ વીડિયોમાં તે કહે છે કે, હું તમને બધાને એક ખાનગી વાત જાહેર કરું છું. નાનપણથી જ હું ચિત્રકાર બનવા માગતો હતો. મેં ઘણી ક્રિકેટ રમી છે.

મેં નક્કી કર્યું છે કે, હવે સમય આવી ગયો છે જે હું કરવાનું વિચારતો હતો અને તે માટે જ મેં કેટલીક પેઈન્ટિંગ દર્શાવી છે. ભારતની ટી20 અને વન ડે વિશ્વ કપ વિજેતા ટીમોનો કેપ્ટન 37 વર્ષનો ધોની ક્રિકેટ મહાકુંભમાં ધમાલ મચાવા માટે તૈયાર છે. આ તેનો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે.


તેના પહેલા ચિત્રમાં પાકૃતિક દ્રશ્ય છે. આ બતાવતા તેણે કહ્યું કે પ્રકૃતિ તેને ખૂબ પસંદ છે.


બીજા ચિત્રને બતાવતા કહ્યું કે તે ભવિષ્યમાં પરિવહનનું સાધન હોઈ શકે છે.


ત્રીજું ચિત્ર તેનું મનપસંદ છે તે બતાવ્યું. તેણે કહ્યું કે આ તેની પ્રતિકૃતિ છે જેમાં તે આઈપીએલ ચેન્નાઈ સુપરકિંગની જર્સીમાં રમે છે. ધોનીએ કહ્યું કે તે જલદી જ તેના ચિત્રોનું પ્રદર્શન કરશે. આ સંદર્ભમાં તેણે ચાહકો તરફથી સલાહ અને સૂચનો માગ્યા છે.

Read Also

.

Related posts

કર્ણાટક મુદ્દે સુપ્રીમે જે સુનાવણી આપી તેનાથી કુમારસ્વામી ખુશખુશાલ થઈ જશે

Mayur

શું તમે જાણો છો ચંદ્ર પર પહોંચતા ચંદ્રયાનને કેટલા દિવસ લાગવાના છે ?

Mayur

જ્યારે શીલા દીક્ષિતની આંખ સામે ઊડી ગયા હતા કારના ફુરચા, ડ્રાઇવરના એક નિર્ણયથી બચ્યો હતો જીવ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!