GSTV

IPL/ હાર બાદ પણ ધોનીએ હાંસેલ કરી ખાસ ઉપલબ્ધી, બન્યો IPLમાં 200 મેચ રમનાર બન્યો પહેલો ખેલાડી

ધોની

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો દેખાવ કંગાળ રહ્યો હતો અને રાજસ્થાન રોયલ્સ સામે તેનો સાત વિકેટે કંગાળ પરાજય થયો હતો. જોકે ટીમના પરાજય છતાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે આ મેચ યાદગાર બની રહી હતી. ધોની માટે આઇપીએલમાં આ 200મી મેચ હતી. કોઈ એક ટુર્નામેન્ટમાં 200 મેચ રમનારો તે વિશ્વનો એકમાત્ર ક્રિકેટર બન્યો છે.

ધોનીએ આઇપીએલ કરિયરમાં માત્ર CSKનું જ પ્રતિનિધિત્વ કર્યુ

ધોની

ધોનીએ 2008ની 19મી એપ્રિલે આઇપીએલમાં તેની કરિયરનો પ્રારંભ કર્યો હતો અને તે મેચ આઇપીએલની ટુર્નામેન્ટની માત્ર બીજી જ મેચ હતી. ધોનીએ 2008થી અત્યાર સુધીની તેની આઇપીએલની કરિયરમાં માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સનું જ પ્રતિનિધિત્વ કર્યું છે. જોકે વચ્ચે ચેન્નાઈ પરના બે વર્ષના પ્રતિબંધ દરમિયાન તે પૂણેની ટીમ માટે રમ્યો હતો. આ સિવાય તે તેની તમામ મેચ ચેન્નાઈ માટે જ રમ્યો છે.

IPLમાં ધોનીની ડબલ સેન્ચુરી

આઇપીએલમાં પોતાની 200 મેચમાંથી ધોની મુંબઈ ઇન્ડિયન્સ સામે 34 મેચ રમ્યો છે જેમાં તેણે 663 રન ફટકાર્યા છે તો બેંગલોર સામે તે 28 મેચ રમ્યો છે પરંતુ 803 રન ફટકાર્યા છે. આવી જ રીતે તેણે કિંગ્સ ઇલેવન પંજાબ સામે 25 મેચ રમીને 21 કેચ તથા બે સ્ટમ્પ સાથે કુલ 23 શિકાર ઝડપ્યા છે. ધોની દિલ્હી સામે 26 અને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 25 મેચ રમ્યો છે. સોમવારે રાજસ્થાન સામે તે પોતાની 23મી મેચ રમ્યો હતો.

Read Also

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!