GSTV
Home » News » ચીતે કી ચાલ, બાજ કી નઝર ઔર ધોની કી રફ્તાર પર સંદેહ નહી કરતે, આ Video છે પુરાવો

ચીતે કી ચાલ, બાજ કી નઝર ઔર ધોની કી રફ્તાર પર સંદેહ નહી કરતે, આ Video છે પુરાવો

ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર ધૂળ ચટાડનાર ભારતીય ટીમના મુગટમાં વધુ એક પીછૂં ઉમેરાઇ ગયું છે. પાંચ મેચની સીરીઝમાં રવિવારે રમાયેલી અંતિમ મેચ પોતાના નામે કરતાં ટીમ ઇન્ડિયાએ સીરીઝ 4-1થી જીતી લીધી છે.

વેલિંગ્ટનમાં રમાયેલી આ વન ડેમાં ભલે ધોની બેટિંગમાં એટલી કમાલ ન દેખાડી શક્યાં હોય પરંતુ ફરી તેમણે સાબિત કરી દીધું છે કે તે ટીમના સૌથી મોટા મેચ વિનર છે. ટીમમાં તેની શું ભુમિકા છે કે કોઇનાથી છુપુ નથી.

બેટિંગમાં નિષ્ફળ રહ્યાં છતાં તેમણે વિકેટ પાછળ રહીને તે સમયે એવી સ્ફૂર્તિ દેખાડી જ્યારે જ્યારે ટીમને તેમની સૌથી વધુ જરૂર હતી. ન્યૂઝીલેન્ડે મેચ ભલે 35 રનથી ગુમાવી હોય પરંતુ એક સમયે મુકાબલો ટક્કરનો હતો.

ક્રીઝ પર યજમાન ટીમ તરફથી જેમ્સ નીશામ અને મિચેલ સેંટનર ટીમ ઇન્ડિયાને સખત ટક્કર આપી રહ્યાં હતા. બંને વચ્ચે 41 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઇ હતી. ટીમ ઇન્ડિયાને હવે વિકેટની જરૂર હતી. રોહિતના ચહેરા પર તણાવ સ્પષ્ટપણે દેખાઇ રહ્યો હતો.

પોતાના બોલરોની ધોલાઇ થતાં જોઇને રોહિતે કેદાર જાધવ પર વિશ્વાસ મુક્યો. 36મી ઓવરમાં એક રન લીધા બાદ સેંટનરે નીશામને સ્ટ્રાઇક આપી. બીજા બોલ પર નિશામે સ્વીર રમવાનો પ્રયાસ કર્યો. બોલની લાઇનને તે મિસ કરી ગયો અને બોલ સીધા તેના પેડ પર વાગ્યો. આ સાથે જ ધોની અને જાધવ LBW આઉટની અપીલ કરવા લાગ્યા.

ધોની બોલને પોતાના ગ્લવ્સમાં કલેક્ટ કરી શક્યો ન હતો તેથી નિશામને લાગ્યું કે ધોનીનું ધ્યાન અપીલમાં છે જ્યારે ધોની અપીલ કરવાની સાથે બોલ તરફ જઇ રહ્યો હતો.

જાધવ અને ધોનીની અપીલનો અમ્પાયર પર કોઇ પ્રભાવ જોવા ન મળ્યો અને અમ્પાયરે આ આપીલ ઠુકરાવી દીધી. આ વચ્ચે નીશામ ચતુરાઇ દર્શાવવા માગતો હતો અને તે રન લેવા તરફ આગળ વધ્યો. નૉન સ્ટ્રાઇક પર રહેલા સેંટનરે નિશામને રોક્યો પરંતુ જ્યાં સુધી નિશામ કંઇ સમજી શકે તે પહેલા ધોનીએ ચતુરાઇ દર્શાવી નિશામના ક્રીઝની બહાર જતાં જ ગિલ્લીઓ ઉડાવી દીધી અને રન આઉટની અપીલ કરી. તે પછી થર્ડ અમ્પાયરે અડધી સદી તરફ આગળ વધી રહેલા નીશામને આઉટ ઘોષિત કર્યો.

ધોનીની આ સ્ફૂર્તિને જોઇને આઇસીસીએ પણ ટ્વિટ કર્યુ કે, જ્યારે ધોની ક્રીઝની પાછળ હોય ત્યારે ભૂલથી પણ ક્રીઝ ન છોડો.

જણાવી દઇએ કે પાંચ વનડેની સીરીઝ પોતાના નામે કર્યા બાદ ભારતીય ટીમનો ટાર્ગેટ 6 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી ત્રણ મેચની ટી-20 સીરીઝ પણ પોતાના નામે કરવા પર હશે.

Read Also

Related posts

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi