GSTV
Home » News » ધોનીનો સિક્રેટ પ્લાન, ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ કરશે આ કામ

ધોનીનો સિક્રેટ પ્લાન, ક્રિકેટમાંથી નિવૃતી લીધા બાદ કરશે આ કામ

આઇસીસી વર્લ્ડ કપ 2019 માટે બુધવારે ટીમ ઈન્ડીયા ઈંગ્લેન્ડ માટે રવાના થશે. આ વર્લ્ડ કપમાં ભારતને એક મજબૂત દાવેદાર માનવામાં આવે છે. પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની માટે પણ આ વર્લ્ડ કપ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. 38 વર્ષીય ધોનીને લઈને ઘણી વાતો ચર્ચામાં છે. માનવામાં આવે છે કે આ ક્રિકેટ વર્લ્ડ કપ તેમનો છેલ્લો વર્લ્ડ કપ પણ હોઈ શકે છે.

આ વચ્ચે ધોનીએ પોતાનો સિક્રેટ પ્લાન શેર કર્યો છે. તેમનો એક વીડિઓ સોશિયલ મીડિયા પર ઝડપી શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે પોતાના શોખ વિશે વાત કરી રહ્યો છે. આ વિડિઓમાં તેમણે આ વાતથી પરથી પણ પડદો હટાવી દીધો છે કે, તે ક્રિકેટમાંથી નિવૃત થયા બાદ શું કરશે.

આ વીડીયોમાં ધોની પોતાની પેઇન્ટિંગ્સને બતાવે છે. તેઓ જણાવે છે કે બાળપણથી જ તેમની પેઇન્ટિંગ બનાવવાનો શોખ રહ્યો છે. ધોનીએ કહ્યું, ‘હું તમને મારુ એક સિક્રેટ જણાવું છું. મને પહેલાથી જ પેઇન્ટિંગનો શોખ રહ્યો છે. આજે હું તમને મારી થોડી પેન્ટિંગ્સ બતાવીશ. આશા છે કે તમે બધાને મારી આ પેઇન્ટિંગ્સ પસંદ આવશે. હું ક્રિકેટમાથી નિવૃત થયા બાદ મારો શોખ પૂરો કરી શકીશ અને તેના માટે સમય આપી શકીશ.

READ ALSO

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!