ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધોનીનો નવો અવતાર, હવે આ રમતમાં ઝંપલાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને કેપ્ટન કુલના હુલામણા નામથી જાણીતા મહેન્દ્ર સિંહ ધોની અત્યારે આરામ ફરમાવી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેમને સ્થાન મળ્યું નહીં. જોકે, તેઓ અત્યારે હોમટાઉનમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં છે. આ દરમ્યાન આરામની ક્ષણોમાં ધોનીના હાથમાં બેટ નહીં, પરંતુ કંઈક અલગ જ જોવા મળ્યું.

2011 વિશ્વ કપમાં હવામાં છગ્ગો ફટકારનાર ધોની રેકેટ પકડીને ટેનિસના મેદાનમાં ઉતર્યા છે. રાંચીના આ રાજકુમાર મંગળવારે જેએસસીએ સ્ટેડિયમમાં ટેનિસ રમ્યા હતાં. તેમણે જેએસસીએ કન્ટ્રી ક્રિકેટ ક્લબના ટેનિસ ચેમ્પિયનશીપના ડબલ્સના મુકાબલામાં હાથ અજમાવ્યો.

ફૂટબૉલ અને જિમના શોખીન માહી પ્રથમ વખત ટેનિસ રમતા દેખાયાં. થોડા દિવસ પહેલા ધોનીનો પોતાની દીકરી જીવા સાથે ભોજપુરી બોલતો એક વીડિયો વાયરલ થયો હતો. આ અગાઉ ધોની પ્રો કબડ્ડી લીગ 2018ની સીઝનના એક મુકાબલામાં પણ જોવા મળ્યા હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter