મેદાન પર ઉતરતાં પહેલાં સોશિયલ મીડિયા પર છવાયો ધોની, કારણ છે ખાસ

ગત મહિને એશિયા કપ ટૂર્નામેન્ટ બાદ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વેસ્ટઇન્ડીઝ સામે વનડે સીરીઝમાં પોતાના નવા લુક સાથે જોવા મળી રહ્યાં છે.

ધોનીનો આ નવો લુક તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે સાથે જ કેટલાંક લોકોને ધોનીનો આ નવો લુક જોઇને આશ્વર્ય પણ થઇ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by MS Dhoni / Mahi7781 (@msdhoni.fc) on

ધોનીએ ફ્રેન્ચ કટ દાઢી રાખી છે. તેનો આ નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ધોની અવારનવાર પોતાના લુક્સ સાથે પ્રયોગ કરતો રહે છે.

ક્યારેક તે અલગ લગ હેરસ્ટાઇલ સાથે જોવા મળે છે તો કોઇ વાર તે પોતાની દાઢીને લઇને ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by MS Dhoni / Mahi7781 (@msdhoni.fc) on

આ સીરીઝ અનુભવી બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાને સાબિત કરવા ઇચ્છશે જે એશિયા કપ દરમિયાન સંઘર્ષ કરતાં જોવા મળ્યાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by MS DHONI DIE HARD FANS CLUB❗ (@mahi_kingdom) on

ધોનીએ એશિયા કપની ચાર મેચોમાં ફક્ત 77 રન કર્યા હતા. પંતના આવવાથી ધોની પર સારુ પ્રદર્શન કરવાનું દબાણ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોની એશિયા કપમાં પણ ટીમ ઇન્ડિયાનો હિસ્સો હતા. તેમણે આ ટૂર્નામેન્ટમાં અફઘાનિસ્તાન સામે કેપ્ટન્સી પણ કરી હતી. સાથે જ 200 વનડેમાં કેપ્ટન્સીનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by MS Dhoni / Mahi7781 (@msdhoni.fc) on

જો કે વિકેટકીપર રૂપે ધોનીને ટક્કર આપે તેવો કોઇ ખેલાડી નથી. વિકેટ પાછળ ધોનીમાં વીજળી જેવી સ્ફૂર્તી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter