GSTV
Gujarat Government Advertisement

ધોનીનું ‘મિશન કાશ્મીર’, આજથી 15 દિવસ સુધી વિક્ટર ફોર્સ સાથે લેશે ટ્રેનિંગ

Last Updated on July 31, 2019 by Bansari

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને લેફ્ટિનેંટ કર્નલ (માનદ) મહેન્દ્ર સિંહ ધોનીનું મિશન કાશ્મીર આજથી શરૂ થવા જઇ રહ્યું છે. ધોની દક્ષિણ કાશ્મીરમાં વિક્ટર ફોર્સ સાથે 31 જુલાઇથી 15 ઓગસ્ટ સુધી તૈનાત રહેશે. 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા)નો હિસ્સો મહેન્દ્ર સિંહ ધોની પોતાની ટ્રેનિંગ દરમિયાન પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યૂટી કરતાં નજરે આવશે.

જણાવવામાં આવી રહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોનીની પોસ્ટિંગ દક્ષિણ કાશ્મીરના અવંતીપોરામાં થવા જઇ રહી છે. અવંતીપોરા પાછલાં કેટલાંક સમયથી આતંકી પ્રવૃત્તિઓનો હબ રહ્યું છે. તેવામાં ધોનીની પોસ્ટિંગ એક મહત્વપૂર્ણ સ્થાને થઇ રહી છે.

મહત્વપૂર્ણ છે કે ધોની ટેરિટોરિલ આર્મીના પેરાશૂટ રેજીમેંટમાં લેફ્ટિનેંટ કર્નલ છે. આ ટ્રેનિંગનો હિસ્સો હોવાના કારણે તેણે BCCIને પહેલાં જ પત્ર લખ્યો હતો કે તે વેસ્ટઇન્ડિઝ પ્રવાસે ટીમનો હિસ્સો નહી રહે.

માહીએ પહેલાં ટ્રેનિંગ માટે સેનાની પરવાનગી માગી હતી, જે બાદ સેના પ્રમુખ બિપિન રાવતે તેને મંજૂરી આપી અને તેની વિક્ટર ફોર્સ સાથે ટ્રેનિંગ ફાઇનલ થઇ. અગાઉ પણ ધોની અનેકવાર આર્મી કેમ્પ, ટ્રેનિંગનો હિસ્સો રહી ચુક્યો છે. પરંતુ આટલી લાંબી ટ્રેનિંગ અને આવા સ્થાન પર પોસ્ટિંગ પહેલીવાર થઇ છે, આ જ કારણ છે કે સૌકોઇની નજર ધોની પર છે.

લેફ્ટિનેંટ કર્નલ (માનદ) મહેન્દ્ર સિંહ ધોની 2015માં ક્વોલીફાઇડ પેરાટ્રુપર બન્યા હતાં, જે બાદ તેણે આગ્રામાં ટ્રેનિંગ લીધી હતી. જ્યાં તેણે આર્મીના વિમાનથી 5 વાર પેરાશૂટ સાથે છલાંગ લગાવી હતી. સેના પ્રત્યે ધોનીનો પ્રેમ કોઇથી છુપો નથી. તે અગાઉ પણ અનેકવાર કહી ચુક્યો છે કે ક્રિકેટ બાદ તે સેનાને ભરપૂર સમય આપવા માગે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

સરકારી નોકરી આવી: ક્લાર્ક અને PO માટે 10,000થી વધારે ઉમેદવારોની કરવાની છે ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana

મહત્વપૂર્ણ માહિતી / તમારા આરોગ્ય વીમા દાવાને નકારી ન દેવાય તે માટે રાખો આ 6 સાવચેતી

Vishvesh Dave

જાણવા જેવું: દુકાનદાર ઓછુ રાશન આપે અથવા આનાકાની કરે તો અહીં કરો તાત્કાલિક ફરિયાદ, થઈ જશે સિધોદોર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!