GSTV
Home » News » મહિનાઓ બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમ સાથે જોડાયો ધોની, ઇતિહાસ રચતી જશ્નની ઉજવણીમાં થયો સામેલ

મહિનાઓ બાદ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગરૂમ સાથે જોડાયો ધોની, ઇતિહાસ રચતી જશ્નની ઉજવણીમાં થયો સામેલ

ભારતે પોતાના દમદાર પ્રદર્શનને જાળવી રાખતા દક્ષિણ આફ્રિકાને છેલ્લી સિરીઝની છેલ્લી મેચમાં ઈનિંગ અને 202 રનથી મોટી હાર આપી છે. ત્યારે આ મેચ પત્યાપછી સ્પિનર બોલર શાહબાઝ નદીમ સહીત અન્ય ખેલાડીઓ સાથે મેચ બાદ ધોની સ્પિન બોલર શાહબાઝ નદીમ સહિત અન્ય ખેલાડીઓની મુલાકાત કરતા જોવા મળ્યો હતો.

મેચ બાદ ધોની સ્પિન બોલર શાહબાઝ નદીમ સાથે

મેચ બાદ ધોની શાહબાઝ નદીમને મળતો જોવા મળ્યો

મેચ બાદ ધોની શાહબાઝ નદીમને મળતો જોવા મળ્યો હતો.કોચ રવિ શાસ્ત્રીએ પણ મંગળવારે ધોની સાથે એક ફોટો શેર કર્યો હતો, ભારતે રાંચીના ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (જેએસસીએ) સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામે શ્રેષ્ઠ જીત મેળવી હતી. જે બાદ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેની ટીમના સાથીઓને મળ્યો હતો. ભારતે પોતાનું જોરદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું અને શ્રેણીની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને ઇનિંગ્સ અને 202 રનથી હરાવ્યું હતું.

ટીમ ઈન્ડિયા સાથે કરી ધોનીએ મુલાકાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમની એક ફોટો પણ ટ્વિટ કરી છે. ભારતનાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રી એ પણ ધોની સાથે એક ફોટો શેર કરી છે. તેમણે લખ્યું કે સિરીઝમાં સારા પ્રદર્શન પછી આ મહાન ભારતીય ખેલાડીને જોઈને સારું લાગ્યું છે. ભારતની આ દમદાર જીત સાથે જ ટેસ્ટ સીરીઝમાં 3-0 સાથે ક્લીન સ્વીપ કરી

ભારતે સાઉથ આફ્રિકાને ધૂળ ચાટતું કર્યું

ઉલ્લેખનીય છે કે રાંચી ટેસ્ટ મેચના ચોથા દિવસે મંગળવારે દક્ષિણ આફ્રિકાએ દક્ષિણ આફ્રિકાને ઇનિંગ્સ અને 202 રનથી હરાવ્યું હતું. ભારતે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને 3-૦થી ક્લિન સ્વીપ બનાવ્યું હતું. ભારતને ચોથા દિવસે મેચ જીતવા માટે માત્ર બે વિકેટની જરૂર હતી, જે તેણે દિવસની બીજી ઓવરમાં મેળવી હતી. ચોથા દિવસે ભારતે માત્ર 11 મિનિટ અને બે ઓવરમાં મેચ જીતી લીધી હતી.

READ ALSO

Related posts

સોનિયા ગાંધીનો મોદી સરકાર અને અમિત શાહ પર સૌથી મોટો હુમલો, નોર્થ ઇસ્ટ મામલે ફેંક્યો લલકાર

Mansi Patel

મહિને 50 હજારની થશે કમાણી : સરકાર આપશે 80 ટકા સુધીનો લોન, જાણો કયો છે આ વ્યવસાય

Bansari

સારાનાં દિલકશ અંદાઝનાં ફેન થયા યૂઝર, જુઓ PHOTOS…

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!