GSTV
Gujarat Government Advertisement

રેલવે અધિકારીનાં કારણે ધોનીએ ગુસ્સામાં જ છોડી હતી નોકરી, ખડગપુર છોડ્યાનાં 17 વર્ષ બાદ પણ પાછું વળી જોયુ નથી

Last Updated on August 19, 2020 by Mansi Patel

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને હવે તો ચાર દિવસ થઈ ગયા છે પરંતુ તેમ છતાં તેના વિશેની વિવિધ રસપ્રદ વાતોનો સિલસિલો જારી જ રહ્યો છે. એ વાત તો જગજાહેર છે કે ધોનીને 2001માં રેલવેમાં નોકરી મળી હતી અને તેને ખડગપુર રેલવે સ્ટેશને ટિકીટ ચેકર તરીકેની ફરજ અદા કરવાની હતી. આ નોકરી પણ તેને પોતાના લકી નંબર એટલે કે જુલાઈ મહિનામાં જ મળી હતી. પણ આ નોકરી અને ખડગપુર રેલવે સ્ટેશન છોડવાની કહાની પણ રસપ્રદ છે.

ધોનીની બાયોપીકમાં આ વાતનો ઉલ્લેખ છે અને સુશાંતસિંહ રાજપૂતે  એ ફિલ્મમાં ધોનીનો રોલ કર્યો હતો. હકીકતમાં ધોનીએ ગુસ્સામાં જ નોકરી છોડી દીધી હતી.2003ની આ વાત છે અને એ વખતે ધોનીનો ગુસ્સો વાજબી હતો. માહીના દિલમાં આજેય એક ખૂણામાં આ ગુસ્સો અકબંધ રહેલો છે. આ બાબત એટલા માટે પુરવાર થાય છે કે એક વાર તેણે ખડગપુર છોડ્યું તો તે ફરી ક્યારેય એ શહેરમાં ગયો નથી. આજે પણ જૂના મિત્રો સાથે ખડગપુરની વાત આવે છે તો ધોની અકળાઈ ઉઠે છે.

હકીકતમાં 2003ના નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ધોનીને રણજી ટ્રોફી રમવા જવાનું હતું. સિઝન શરૂ થઈ ગઈ હતી. ખેલાડીઓને સ્પેરિંગ નિયમ હેઠળ રજા મળતી હોય છે અને આ જ નિયમને આધારે ધોનીએ રજા માગી હતી. પરંતુ તેની રજા મંજૂર કરાઈ નહીં. થોડા દિવસ બાદ ધોનીએ મંજૂરી માગી તો અધિકારીએ તેની ઓફિસની બહાર ધોનીને ત્રણ ચાર કલાક રાહ જોવડાવી હતી. અધિકારીએ તેને અંદર બોલાવ્યો નહીં અને રજા પણ મંજૂર કરી નહીં. આખરે ધોની રજા વિના જ રણજી ટ્રોફીની મેચ માટે રવાના થઈ ગયો.

આ ઘટનાના 17 વર્ષ પછી આજે પણ માહી ખડગપુર ગયો જ નથી. ના તો તે  એ શહેરમાં ગયો કે ના તો તેણે મિત્રોને મળ્યો. થોડા વર્ષમાં તો તે ક્રિકેટ જગતનો સુપર સ્ટાર બની ગયો. રેલવેની નોકરી છોડ્યા બાદ તેણે રાજીનામું આપી દીધું પરંતુ વર્ષો સુધી તેનું રાજીનામું સ્વિકારાયું ન હતું.  ત્યાર  બાદ તો તે ઇન્ડિયન એરલાઇન્સમાં જોડાયો હતો. રેલવેએ તેને મનાવવાનો પ્રયાસ કર્યો. અંતે 2008માં તેનું રાજીનામું સ્વિકારવામાં આવ્યું હતું. ધોનીના મિત્રોનું કહેવું છે કે ઘણી સંસ્થાઓ અને બિલ્ડર્સે તેને ખડગપુર બોલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ટસનો મસ થયો નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો ડેબિટ કાર્ડ ખોવાઈ ગયું હોય તો શું કરવું, તેને મેળવવાનો સરળ માર્ગ જાણો, ફક્ત યાદ રાખો આ નંબર

Vishvesh Dave

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!