કડકનાથ મરઘા-મરઘી…ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ તેના દિવાના છે. જો કે, હવે તેને લઈને એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. હકીકતમાં ધોનીએ પોતાની પોલ્ટ્રી ફાર્મમાં કડકનાથ મરધા-મરધી પાળ્યા છે. અહીંથી જે બચ્ચાઓનો ઓર્ડર મળતો હતો, તેમાં બર્ડ ફ્લૂના ક્યાંક ક્યાંક અણસાર વર્તાઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, મધ્ય પ્રદેશના ઝાબુઆમાં કડકનાથ મરધા બર્ડ ફ્લૂથી સૌથી વધારે પ્રભાવિત થયા છે. જેની ચપેટમાં આવતા 2000 જેટલા બચ્ચાનો ઓર્ડર ધોનીના ઝાબુઆના એક પોલ્ટ્રી ફાર્મમાં દેવાનું કામ કરવામાં આવ્યું છે. જો કે, અહીં બચ્ચાના મરવાની નવી મુસિબત આવી છે. કડકનાથ મરઘાનું મીટની વાત કરીએ તો, તે ખૂબ જ મોંઘા હોય છે. દેશમાં સૌથી મોંઘૂ ઈંડુ કડકનાથ મરઘાનું જ હોય છે. આપને જણાવી દઈએ કે, ધોનીએ ફાર્મિંગ અને ડેરીનો ધઁધો અપનાવ્યો છે.

ચરબી અને કોલેસ્ટ્રોલ-
અન્ય પ્રજાતિની સરખામણીએ કડકનાથના કાળા રંગના માંસમાં ચરબી અને કોલેસ્ટ્રોલ ખૂબ ઓછુ હોય છે. જ્યારે તેમાં પ્રોટિનની માત્રા અપેક્ષા કરતા ખૂબ વધારે હોય છે.
પોષક તત્વો-
આ મરઘામાં વિટામીન, બી-1, બી-2, બી-6, બી-12, સી, ઈ, નિયાસીન, કેલ્શિયમ, ફોસ્ફોરસ અને હિમોગ્લોબિનની ખૂબ માત્રા હોય છે.
કડકનાથની રોચક વાતો
- તેનું લોહી, હાડકા અને આખુ શરીર કાળા રંગનું હોય છે.
- જે દુનિયામાં ફક્ત મધ્ય પ્રદેશના ઝાબુઆ અને અલીરાજપુરમાં જ મળી આવે છે.
READ ALSO
- સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કરી જાહેરાત, આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા 5 મજૂરોના પરિવારને આપશે 25 લાખ
- દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે
- સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…
- મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો
- ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન કરશે કમબેક, એક તસવીરે આપ્યો આ સંકેત….