GSTV
Gujarat Government Advertisement

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કૂલ આ વાતને કારણે થયા ભાવુક, કહ્યુ મુશ્કેલ પરિસ્થિતીમાં…

ધોની

Last Updated on March 4, 2020 by Ankita Trada

મહેન્દ્ર સિંહ ધોની એવા ક્રિકેટર છે જે, પોતાની ભાવનાઓને જાહેર થવા દેતા નથી. મેદાનમાં પરિસ્થિતી કેવી પણ હોય, પરંતુ ધોની હંમેશા સામાન્ય જ રહે છે અને તેથી જ તેમને કેપ્ટન કૂલ પણ કહેવામાં આવે છે. જો કે, IPL 2020 પહેલા ચેન્નઈ પહોંચતા જ ધોની ભાવૂક થઈ ગયા હતા. ધોનીએ પોતાનુ નિવેદન આપતા કહ્યુ હતુ કે, ચૈન્નઈ સુપરકિંગ્સે તેમને શાનદાર ખેલાડી બનાવ્યા છે અને ફ્રેન્ચાઈજીએ મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરવામાં તેમની મદદ કરી હતી.

ભાવુક થયા ધોની

ધોનીએ પોતાનુ નિવેદન આપતા કહ્યુ કે, CSK એ મને દરેક વસ્તુમાં સુધારો કરવામાં મદદ કરી છે. તે પછી માણસાી હોય કે ક્રિકેટર, મેદાનની અંદર અને બહાર મુશ્કેલ પરિસ્થિતીમાંથઈ પસાર થવુ અને સારુ પ્રદર્શન કરી વિનમ્ર બની રહેવું. CSKના પ્રશંસક ધોનીને પ્રેમથી ‘થાલા’ કહે છે અને તેમણે કહ્યુ કે, તેમને જે પ્રેમ અને સમ્માન મળ્યુ છે તે વિશેષ છે. ધોનીએ કહ્યુ કે, અસલમાં થાલાન મતલબ ભાઈ થાય છે. પ્રશંસકોએ મને જે પ્રેમ આપ્યો છે તે આ શબ્દ દર્શવે છે. તેમણે વધુમા કહ્યુ તકે, હું જ્યારે પણ ચૈન્નઈ અથવા દક્ષિણ ભારતમાં જાવ છુ, ત્યારે તેઓ મને ક્યારેય નામ લઈને નથી બોલાવતા, તેઓ મને થાલા કહે છે. જેમ તેઓ મને થાલા કહે થે તેઓ મને પોતાનો પ્રેમ દર્શવે છે, પરંતુ સાથે જ તેઓ CSK ના પ્રશંસક હોય છે.

વર્લ્ડ કપ બાદ ધોની ટીમ ઈન્ડિયામાં સામેલ નથી

ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ બાદ ધોનીને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી નથી. તેમની જગ્યાએ ટીમમાં યુવા ખેલાડીઓને તક આપવામા આવી રહી છે. હાલમાં હજુ નક્કી છે કે, તેઓ ટીમ ઈન્ડિયામાં પરત ફરશે કે, નહી. વર્તમાન સમયમાં તો ધોની છેલ્લા બે દિવસથી ચેપોક સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. તે સાથે જ CSK ના અહમ ખેલાડી સુરેશ રૈના અને અંબાતી રાયડૂ પણ પ્રેક્ટિસમાં જુટી ગયા છે. છેલ્લા વર્ષે ધોનએ ચૈન્નઈને IPL ની ફાઈનલમાં પહોંચાડી હતી, પરંતુ તેમને મુંબઈ ઈન્ડિયન્સને ફાઈનલમાં 1 રનથી હરાવી દીધુ હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સરકારી નોકરી આવી: ક્લાર્ક અને PO માટે 10,000થી વધારે ઉમેદવારોની કરવાની છે ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana

મહત્વપૂર્ણ માહિતી / તમારા આરોગ્ય વીમા દાવાને નકારી ન દેવાય તે માટે રાખો આ 6 સાવચેતી

Vishvesh Dave

જાણવા જેવું: દુકાનદાર ઓછુ રાશન આપે અથવા આનાકાની કરે તો અહીં કરો તાત્કાલિક ફરિયાદ, થઈ જશે સિધોદોર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!