એમએસ ધોનીની ઓસ્ટ્રેલિયામાં અંતિમ મેચ! Video જોઇ રૂંવાડા ઉભા થઇ જશે

મેલબર્નમાં અણનમ રહીને 87 રનની શાનદાર ઇનિંગ રમીને ધોનીએ ઓસ્ટ્રેલિયાને ત્રીજી વન ડેમીં ધૂળ ચટાડી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની વન ડે સીરીઝ 2-1થી પોતાના નામે કરી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડે મેચની આ દ્વિપક્ષીય સીરીઝ વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની માટે ખૂબ જ શાનદાર રહી.

ભારતીય ફેન્સ ઉપરાંત સ્ટેડિયમમાં હાજર ઓસ્ટ્રેલિયન દર્શકોએ પણ ધોનીને સલામી આપી. આ નજારો તે સમયે કેમેરામાં કેદ થઇ ગયો. જ્યારે ત્રીજી વન ડેમાં ધોની બેટિંગ માટે મેદાનમાં ઉતરી રહ્યો હતો.

પેવેલિયનમાં બેઠેલા ધોનીએ જેવા ક્રીઝ પર ઉતરવા માટે ગ્લવ્ઝ ઉઠાવ્યાં, ત્યારે જાણે કે સ્ટેડિયમમાં બેઠેલો દરેક વ્યક્તિ તેના સ્વાગત માટે તૈયારહ હતો. ધોનીને પોતાની પાસેથી પસાર થતા જોઇ ઓસ્ટ્રેલિયન દર્શકોની પણ ભીડ જામી ગઇ. સૌકોઇએ તાલીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યુ.

કેટલાંય ફેન્સ આ પળને કેમેરામાં કેદ કરવા લાગ્યા. આખા સ્ટેડિયમમાં ધોની-ધોનીનો નાદ સંભળાવા લાગ્યો. ધોનીનો આ અંતિમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ છે. આ કારણે પણ ફેન્સે તેને એક સન્માનજનક વિદાય આપી.

જણાવી દઇએ કે વન-ડે સીરીઝમાં રમવા પર સૌકોઇને વાંધો હતો. સૌકોઇ કહી રહ્યાં હતાં કે જ્યારે ધોની પ્રદર્શન નથી કરી શકતો તો પછી શા માટે તેને તક આપવામાં આવી રહી છે. શાનદાર ઇનિંગ રમીને ધોનીએ સૌકોઇની બોલતી બંધ કરી દીધી. જણાવી દઇએ કે ધોનીએ ત્રણેય મેચમાં ફક્ત શાનદાર ઇનિંગ જ નથી રમી પરંતુ તે બે વાર તો અણનમ પણ રહ્યો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter