GSTV

‘Dhoni માત્ર નામ નથી ઈમોશન છે’ / કેપ્ટન કૂલે પોતાની જ સ્ટાઈલમાં મેચ ફિનિશ કરી અને ઈમોશનલ થઇ ગઈ એક બાળકી, ફોટો થયો વાયરલ

Last Updated on October 11, 2021 by Pritesh Mehta

IPL 2021ના પહેલા ક્વોલિફાયરમાં એમ એસ ધોની પોતાના જુના રંગમાં જોવા મળ્યા. માહીના આ જાણીતા અવતારનો ક્રિકેટ ફેન્સ ઘણી જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાને વિનિંગ શોટ મારીને પોતાની ટીમને એકવાર ફરી ટુર્નામેન્ટના ફાઇનલમાં પહોંચાડી દીધી.

Dhoni

7માં નંબરે આવીને અપાવી જીત

ઋતુરાજ ગાયકવાડના આઉટ થતાની સાથે જ ધોની 7માં ક્રમે બેટિંગ કરવા આવ્યા. તે સમયે ચેન્નાઇ સુપરકિંગ્સનો સ્કોર 149/5 હતો. કેપ્ટન કૂલે માત્ર 6 બોલમાં 4 ચોકા અને 1 છગ્ગો ફટકારીને 18 રન બનાવી દીધા.

માહી છે મોજ તો પાડવાની જ

એક સમયે તો એવું લાગી રહ્યું હતું કે દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતી જશે. પરંતુ એમ એસ ધોનીએ આ અસંભવ કામ સંભવ કરીને સાબિત કરી દીધું કે માહી છે તો મોજ તો પાડવાની જ અને ચેન્નાઈને શાનદાર ફોર ફટકારીને જીત અપાવી દીધી.

Dhoniને જોઈ ઈમોશનલ થઇ ગઈ બાળકી

એમએસ ધોની જયારે મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારી રહ્યા હતા તો સ્ટેડિયમમાં સ્ટેન્ડ્સમાં એક નાની બાળકી ખુબ જ ઈમોશનલ થઇ ગઈ. તેણે ચેન્નાઇ સુપરકિંગ્સની જર્સી પહેરેલ હતી. ‘યેલો રમી’ને જીતતા જોઈ તેની આંખો ખુશીના આંસુથી ભરાઈ આવી. બાળકીની આ તસ્વીર આજે સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઇ રહી છે. ફેન્સ કહી રહ્યા છે. ધોની નામ નથી ઈમોશન છે.

બાળકીને માહીએ આપી શાનદાર ગિફ્ટ

ચેન્નાઇ સુપરકિંગ્સની જીત બાદ જયારે એમ્સ ધોનીને આ વાતનો ખ્યાલ આવ્યો કે તેના વિનિંગ શોટ જોઈને એક નાની બાળકી અને તેનો ભાઈ ખુશીથી રડવા લાગ્યા તો માહીએ દિલ જીતી લેનારું કામ કર્યું. ‘કેપ્ટન કૂલ’એ બોલ તે જ બાળકીને આપી દીધો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

વિરોધ પ્રદર્શન/ પ્રશાસનથી કંટાળી આ મહિલાએ જમીનમાં ખાડો ખોદીને બેસી ગઈ, પોલીસ દોડતી થઈ

Pravin Makwana

‘બાલા’ સ્ટેપ કરતી વખતે રણવીર સિંહે ખોટી જગ્યાએ મારી દીધો હાથ, ફ્યુચર પ્લાનિંગને લઇને અક્ષય કુમારે આપી દીધી આ વોર્નિંગ

Bansari

KBC 13/ સાહિલ અહિરવારના રૂપમાં મળ્યો કેબીસીને બીજો કરોડપતિ, ગાર્ડના દીકરાએ જીત્યા 1 કરોડ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!