GSTV
Gujarat Government Advertisement

મહેન્દ્રસિંહ ધોનીને પુત્રીનાં નામે ધમકી આપનારા શખ્સની કચ્છથી ધરપકડ, સગીરને રાંચી પોલીસનાં હવાલે કરાશે

Last Updated on October 11, 2020 by Mansi Patel

મહેન્દ્રસિંહ ધોનીની પુત્રીના નામે ધમકી આપનાર શખ્સ કચ્છના મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામેથી ઝડપાયો છે. ઝડપાયેલો વ્યકિત ધો.12માં અભ્યાસ કરતો એક સગીર હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ સમગ્ર મામલે રાતુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. આ સમગ્ર રાંચી પોલીસ આરોપીનો કબજો લેશે.

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની પાંચ વર્ષની પુત્રી જીવાને સોશયલ મીડિયા ઉપર રેપની ધમકી મળી રહી છે. મીડિયામાં ચાલી રહેલા સમાચારો પ્રમાણે ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોનીને ઈન્સ્ટાગ્રામ ઉપર જીવાને રેપની ધમકી મળી છે. એટલું જ નહી લોકો સોશયલ મીડિયામાં જીવાને અપશબ્દો પણ બોલી રહ્યાં છે.

6 મેચમાંથી માત્ર બે મેચમાં થઈ જીત

કોલકતા નાઈટરાઈડર્સની સામેના મેચમાં ધોનીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. તેના જ કારણે લોકો તેની પુત્રી જીવાને રેપની ધમકી આપી રહ્યાં છે. જણાવી દઈએ કે, આઈપીએલની 13મી સીઝનમાં ધોનીનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. ચેન્નઈ સુપરકિંગ્સ અત્યારસુધી 6 મેચ રમી ચુકી છે. જેમાંથી તે માત્ર બે મેચોમાં જીત મેળવી શક્યું નથી. જ્યારે 4 મેચોમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!