GSTV

ધોની ઉઠાવશે લાંબા સમયના બ્રેકનો લાભ, આઈપીએલની ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનની આમને છે આશા

ધોની

ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટિફન ફ્લેમિંગનું માનવું છે કે છેલ્લા એક વર્ષથી ધોની ક્રિકેટ રમતો નથી. તેમાં ય કોરોના અને લોકડાઉનને કારણે તેને વધારે બ્રેક મળી ગયો છે. આ બાબતનો લાભ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને આઇપીએલમાં થશે કેમ કે તે હવે વધારે ફ્રેશ થઈને રમશે.

છેલ્લા એક વર્ષથી ક્રિકેટથી દૂર રહીને કરી રહ્યો છે આરામ

ફ્લેમિંગે જણાવ્યું હતું કે ધોની એક ચમત્કારિક કેપ્ટન છે અને તે છેલ્લા એક વર્ષથી ક્રિકેટથી દૂર રહીને આરામ કરી રહ્યો છે. આમ તે હવે નવેસરથી રમવાની શરૂઆત કરશે.  આ સંજોગોમાં ધોની કોઇપણ પ્રકારના માનસિક પડકારનો સામનો કરવા માટે સજ્જ થઈ ગયો છે.

ચેન્નાઈની ટીમને મોટી મેચો જીતવાનો સારો એવો અનુભવ

રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સની ટીમ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે શનિવારે અબુધાબી ખાતે આઇપીએલની 13મી સિઝનની પહેલી મેચ રમાશે.  ફ્લેમિંગનું કહેવું છે કે ચેન્નાઈની ટીમને મોટી મેચો જીતવાનો સારો એવો અનુભવ છે અને ધોની જેવો કેપ્ટન અગાઉ ટીમને ઘણી સફળતા અપાવી ચૂક્યો છે. આ જોતા 53 દિવસની આ ટુર્નામેન્ટમાં ચેન્નાઈની ટીમ શાનદાર પ્રદર્શન કરી શકે તેમ છે.

પ્રારંભિક મુકાબલામાં પણ ધોનીની ટીમ જીતે તેવી અપેક્ષા રાખી શકાય

સ્ટિફન ફ્લેમિંગે એમ પણ કહ્યું હતું કે મહત્વની મેચો વખતે ચેન્નાઈ જેવી રમત દાખવે છે તે જોતાં શનિવારના પ્રારંભિક મુકાબલામાં પણ ધોનીની ટીમ જીતે તેવી અપેક્ષા રાખી શકાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સની તૈયારી વિશે ફલેમિંગે જણાવ્યું હતું કે દર વખતની તૈયારી અને આ વર્ષની તૈયારીમાં ખાસ ફરક નથી.  ટીમના તમામ ખેલાડી સજ્જ છે. ધોની પણ સંપર્ણપણે ફિટ છે અને માનસિક રીતે અત્યંત મજબૂત છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

શિખર ધવનની વધુ સિદ્ધિ: સતત 2 મેચમાં ફટકારી સદી, 471 રન સાથે બીજા ક્રમે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!