GSTV
Home » News » Viral: બોલરે નાંખ્યો એવો બોલ કે સીધો ધોનીના મોઢા પર આવી ગયો, ‘માહી’એ જે કર્યુ એ જોઇને સીટી મારવાનું મન થશે

Viral: બોલરે નાંખ્યો એવો બોલ કે સીધો ધોનીના મોઢા પર આવી ગયો, ‘માહી’એ જે કર્યુ એ જોઇને સીટી મારવાનું મન થશે

બીમારીના કારણે મુંબઇ ઇન્ડિયન્સ સામે મેચ ન રમ્યા બાદ દિલ્હી સામે ધોનીએ ધમાકેદાર વાપસી કરી છે. એમએસ ધોનીએ બુધવારે ચેન્નઇમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે 22 બોલમાં 44 રન ફટકાર્યા. જેમાં તેણે 3 જબરદસ્ત સિક્સ ફટકારી. ધોની ફરી એકવાર પોતાના અંદાજમાં જોવા મળ્યો.

ધોનીએ પહેલા 10 બોલ પર નજર જમાવી અને તે બાદ અંતિમ 12 બોલ પર તેણે દિલ્હીના બોલર્સને હચમચાવી નાંખ્યા. આ ધમાકેદાર ઇનિંગ દરમિયાન ધોનીએ એક હાથે સિક્સર ફટકારી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ધોનીની ગજબ સિક્સરધોનીએ એક હાથે સિક્સ ચેન્નઇની ઇનિંગમાં 19મીઓવરમાં ફટકારી. 19મી ઓવર નાંખવા આવેલા ક્રિસ મોરીસે ધોનીને બીમર નાંખી અને બોલ સીધો તેના મોઢાની સામે આવી ગયો. પરંતુ સતર્ક ધોનીએ એક હાથે બેટ ફેરવ્ટયુ અને બોલ ફાઇન લેગ બાઉન્ડ્રી ઉપરથી ગઇ. જો ધોનીએ આ બોલ મિસ કરી દીધો હોત તો તેને ઇજા પણ થઇ હોત પરંતુ આવું ન બન્યુ અને ધોનીએ જબરદસ્ત સિક્સર ફટકારી.

Read Also

Related posts

શરૂ થઇ ગયું ઇ-પિંડદાન, હવે ઘરે બેઠા ઑનલાઇન કરો પિતૃઓનું તર્પણ

Bansari

ચંદ્રયાન-2: એક એક દિવસ પડી રહ્યો છે ભારે, વિક્રમ સાથે સંપર્ક થવાની આશા આ રીતે પડી ધીમી

Dharika Jansari

કઢંગી હાલતમાં એકબીજામાં ઓતપ્રોત હતું પ્રેમી યુગલ, અચાનક જ આવી ચડેલા ગામવાસીઓએ અર્ધનગ્ન કર્યા અને….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!