GSTV
Home » News » IPLમાં ધોનીની ‘સ્પેશિયલ ડબલ સેન્ચુરી’, આજ સુધી એક પણ ભારતીય નથી કરી શક્યો આવી કમાલ

IPLમાં ધોનીની ‘સ્પેશિયલ ડબલ સેન્ચુરી’, આજ સુધી એક પણ ભારતીય નથી કરી શક્યો આવી કમાલ

dhoni double century

ચેન્નઇ સુપર કિંગ્સના ધુરંધર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 12મી સીઝનમાં ધૂમ મચાવી રહ્યાં છે. 37 વર્ષીય ધોની પૂરા રંગમાં હોય તો કોઇ પણ ટીમ માટે તેમને રોકવા મુશ્કેલ બની જાય છે. મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલના ઇતિહાસમાં 200 સિક્સર ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયાં છે.

ત્યાં ઓવરઓલ સિક્સર ફટકારનાર બેટ્સમેનમાં ધોની ત્રીજા નંબરે છે. રૉયલ ચેલેન્જર્સ બેંગલોર સામે મહેન્દ્ર સિંહ ધોનીએ ધમાકેદાર ઇનિંગ રમી. ધોનીએ 48 બોલમાં અણનમ 84 રન બનાવ્યાં. ધોનીએ પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને સાત સિક્સર ફટકારી. સિક્સરની વાત કરીએ તો આઇપીએલમાં ધોનીના નામે અત્યાર સુધીમાં 203 સિક્સર છે. આ લિસ્ટમાં 323 સિક્સર સાથે ક્રિસ ગેલ ટૉપ પર છે. એબી ડિવિલિયર્સ 204 સિક્સર સાથે બીજા નંબરે છે. એમએસ ધોની 203 સિક્સર સાથે ત્રીજા ક્રમે છે.

આઇપીએલમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડીઓ

1. ક્રિસ ગેઇલ, 120 ઇનિંગ્સ – 323 છગ્ગા

2. એબી ડી વિલિયર્સ, 138 ઇનિંગ્સ – 204 છગ્ગા

3. મહેન્દ્ર સિંહ ધોની, 165 ઇનિંગ્સ – 203 છગ્ગા

4. રોહિત શર્મા, 177 ઇનિંગ્સ – 190 છગ્ગા

સુરેશ રૈના, 182 ઇનિંગ્સ – 190 છગ્ગા

6. વિરાટ કોહલી, 165 ઇનિંગ્સ – 186 છગ્ગા

જણાવી દઇએ કે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સદાબહાર અંદાજમાં અણનમ રહેતાં 84 રનની ધમાકેદાર ઇનિંગ રમી પરંતુ રૉયલ ચેલેન્જર્સ બેંગલોર ચેન્નઇ સુપર કિંગ્સ પર એક રનથી જીતવાં સફળ રહી. ધોનીએ 48 બોલની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા.

મહેન્દ્ર સિંહ ધોનીએ એવા સમયે ક્રીઝ પર જબરદસ્ત ઇનિંગ રમી જ્યારે ચેન્નઇ છઠ્ઠી જ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને માત્ર 28 રનના સ્કોર સુધી પહોંચી હતી. ધોનીએ તે બાદ પોતાના દમ પર ટીમને ટાર્ગેટની નજીક પહોંચાડી પરંતુ તે ટીમને વિજયી ન બનાવી શક્યા.

Read Also

Related posts

આખરે અભિષેક બચ્ચનને ઈલિયાના ડિ ક્રૂઝ સાથે ફિલ્મ મળી ગઈ

Arohi

હરિયાણામાં બસપાએ એકલાહાથે ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપ ગેલમાં આવી ગયું

Mayur

VIDEO : રાજનાથ સિંહની સ્વદેશી વિમાન તેજસમાં ઉડાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!