GSTV
Gujarat Government Advertisement

ભારતના બેટીંગ કોચ સંજય બાંગરે કહ્યું, ‘ધોનીને સાતમાં ક્રમે મોકલવાનો નિર્ણય મારો એકલાનો ન હતો’

Last Updated on August 3, 2019 by Mayur

આઇસીસી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામેની હાર સાથે બહાર ફેંકાયેલા ટીમ ઈન્ડિયાની હાર માટે દોષનો ટોપલો બેટીંગ કોચ બાંગર પર ઢોળવામાં આવી રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામે ટોપ ઓર્ડરના ફ્લોપ શૉ બાદ ભારતે દિનેશ કાર્તિક અને હાર્દિક પંડયા બાદ ધોનીને છેક સાતમા ક્રમે બેટીંગમાં ઉતારવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટમાં આ નિર્ણય માટે બેટીંગ કોચ બાંગરને જવાબદાર ગણાવાયો હતો. વર્લ્ડ કપની હાર બાદ કેપ્ટન કોહલી અને હેડ કોચ શાસ્ત્રીએ તો પોતાનું સ્થાન નિશ્ચિત કરી જ લીધું છે, પણ બેટીંગ કોચ બાંગરની હકાલપટ્ટી કરવાનું અંદરખાને નક્કી થઈ ગયું હોવાનું મનાય છે.

બાંગરે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ધોનીને સાતમા ક્રમે ઉતારવાનો નિર્ણય મારો જ હોય અને તેનાથી આપણે હાર્યા હોઈએ તેવા દ્રષ્ટીકોણથી લોકો મને જુએ છે, ત્યારે અપમાન જેવુ લાગે છે. ધોનીને સાતમા ક્રમે બેટીંગમાં ઉતારવાનો નિર્ણય મારો એકલાનો નહતો. મારા પર ભરોસો રાખો. અમે ઘણું મૂલ્યાંકન કર્યું હતુ અને ઘણી પરિસ્થિતિમાંથી પસાર થયા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે બાંગરે વર્ષ ૨૦૧૪માં જવાબદારી સંભાળી હતી. તે અત્યાર સુધી ૫૦ ટેસ્ટ અને ૧૧૯ વન ડેમાં બેટીંગ કોચની જવાબદારી સંભાળી ચૂક્યો છે. તેણે કહ્યું કે, અમે વર્લ્ડ કપ પહેલા જ નક્કી કર્યું હતુ કે, પાંચમા, છઠ્ઠા અને સાતમા ક્રમના બેટ્સમેનોમાં અમે ફ્લેક્સિબલ રહીશું. અમે ૩૦ થી ૪૦ ઓવરમાં મહત્તમ રન ફટકારવા માગતા હતા. ટીમમાં ઘણા બધા આ નિર્ણયમાં સામેલ હતા. વિરાટ કોહલીએ સેમિ ફાઈનલની હાર બાદ જણાવ્યું હતુ કે, અમે તો અફઘાનિસ્તાન સામેની મેચ બાદ નક્કી કર્યું હતુ કે, ધોનીને બેટીંગ ઓર્ડરમાં થોડો પાછળ મોકલવામાં આવશે. આ કારણે તેને ૩૫મી ઓવર કે તે પછીની ઓવરમાં બેટીંગની તક મળે અને તે ડેથ ઓવર્સમાં રન ગતિ વધારી શકે સાથે સાથે પુંછડિયા બેટ્સમેનોનો સાથ લઈને ટીમને સફળતા અપાવવા તરફ આગળ ધપાવી શકે.

બાંગરે ઊમેર્યું કે, ટોપ ઓર્ડરની વિકેટો પડવા લાગી ત્યારે અમે ડ્રેસિંગરૃમમાં ચર્ચા વિચારણા કર્યા બાદ જ દિનેશ કાર્તિકને પાંચમા ક્રમે ઉતાર્યો હતો અને ધોની જેવા અનુભવી ખેલાડીને આખરી તબક્કામાં મેચ ફિનિશ કરવા માટે થોડો મોડેથી બેટીંગમાં ઉતારવાનો નિર્ણય લેવાયો હતો. શાસ્ત્રી ખુદ કહી ચૂક્યા છે કે, ધોનીને સાતમા ક્રમે બેટીંગમાં ઉતારવાનો નિર્ણય બધાની સહમતીથી લેવાયો હતો, તો પછી શા માટે મને એકલાને જ આ માટે જવાબદાર ઠેરવવામાં આવે છે, તે સમજાતું નથી. તે સમયે ભારતીય ટીમનો અનુભવી બેટ્સમેન આખરી ઓવરોમાં ક્રિઝ પર હોય તે જરુરી હતુ. તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનિશર છે અને જો તેનો તે પ્રકારે ઉપયોગ કરવામાં ન આવે તો તે ગંભીર ગુના જેવું ગણાત. આખી ટીમ આ અંગે સ્પષ્ટપણે વિચારતી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

Bansari

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!