GSTV
Home » News » Video: ઓસ્ટ્રેલિયા પહોંચતા જ ધોનીએ શરૂ કર્યુ આ કામ, કાંગારૂઓ માટે બન્યો માથાનો દુખાવો

Video: ઓસ્ટ્રેલિયા પહોંચતા જ ધોનીએ શરૂ કર્યુ આ કામ, કાંગારૂઓ માટે બન્યો માથાનો દુખાવો

ભારતીય ક્રિકેટ ટીમ પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ બાદ હવે વન ડે સીરીઝ જીતવા માટે કમર કસી રહી છે. જ્યારે પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની જેવા સફેદ બોલના વિશેષજ્ઞોએ બુધવારે સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પરસેવો પાડ્યો. ધોનીએ નેટ્સમાં જબરદસ્ત શૉટ્સ ફટકારવાની સાથે સાથે પ્રેક્ટિસ પણ કરી.

ધોની સહિત સીમીત ઓવરોના વિશેષજ્ઞ ખેલાડી શિખર ધવન, રોહિત શર્મા, અંબાતી રાયડૂ, કેદાર જાધવ, યુજવેન્દ્ર ચહલ, દિનેશ કાર્તિક અને ખલીલ અહેમદ જ્યાં ભારતીય ટીમ સાથે જોડાયા છે. મંગળવારે સીડની પહોંચેલા ખેલાડીઓમાંથી ચાર સભ્યોએ બુધવારે એસસીજીમાં પ્રેક્ટિસ કરી. ધોની, ધવન, જાધવ અને રાયડૂએ શનિવારે સીડનીમાં રમાનાર પહેલી વન ડે પહેલાં મેદાન પર જબરદસ્ત પરસેવો પાડ્યો.

વન ડે વર્લ્ડકપ 2019ને ધ્યાનમાં લેતા હવે ખેલાડીઓનું ધ્યાન સંપૂર્ણ રીતે સફેદ બોલના ક્રિકેટ પર છે અને મંગળવારે સીમિત ઓવરના વિશેષજ્ઞ ખેલાડીઓ પણ વન ડે સીરીઝ રમવા માટે અહી પહોંચી ગયાં હતા.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન ડે મેચોની સીરીઝનો પહેલો મુકાબલો શનિવારે સીડનીમાં રમાશે. સીડનીમાં જ બંને ટીમો વચ્ચે ટેસ્ટ સીરીઝની અંતિમ મેચ રમાઇ હતી જે ડ્રો થઇ હતી.

ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપ પહેલાં વન ડે મેચ રમાશે જેમાં ઓસ્ટ્રેલિયામાં ત્રણ વન ડે અને ન્યૂઝીલેન્ડમાં પાંચ વન ડે ઉપરાંત ત્રણ મેચની ટી-20 સીરીઝ પણ રમાશે.

Read Also

Related posts

VIDEO: અચાનાક દેખાયો 13 ફૂટનો કિંગ કોબ્રા, મચી ગયો હડકંપ….

pratik shah

નવસારીના જમાલપોર ગામે થયો હોબાળો, વિધર્મી યુવાને યુવતિને ફસાવી પ્રેમજાળમાં પછી..

pratik shah

ભારતના તે પાંચ શહેરોની કરો સેર, જ્યાંની દિવાળી હોય છે અનોખી 

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!