GSTV
Home » News » ‘તુમ જૈસા કોઈ નહીં’: સોશિયલ મીડિયામાં છવાઈ ધોની અને ખલીલની આ તસ્વીર

‘તુમ જૈસા કોઈ નહીં’: સોશિયલ મીડિયામાં છવાઈ ધોની અને ખલીલની આ તસ્વીર

ટીમ ઈન્ડિયા હાલમાં ન્યૂઝીલેન્ડમાં ધમાલ મચાવી રહી છે. વન-ડે સીરીઝના પ્રારંભિક ત્રણ મુકાબલામાં જીત પ્રાપ્ત કર્યા બાદ 3-0 પર કબજો જમાવીને ખેલાડી દબાણમુક્ત થયા છે. હવે ભારતીય ટીમની નજર પાંચ મેચોની વન-ડે સીરીઝમાં 5-0થી પ્રતિસ્પર્ધી ટીમનો વ્હાઈટ વૉશ કરવા પર ધ્યાન કેન્દ્રીત છે. ભારતીય ટીમના ખેલાડીઓ પર અત્યારે બિલકુલ દબાણ નથી, જેનો અંદાજ સોશિયલ મીડિયા પર તેના પર મળતી અપડેટ્સ પરથી લગાવી શકાય છે.

કેપ્ટન વિરાટ જ્યાં પોતાની પત્ની અનુષ્કા સાથે રજા મનાવી રહ્યો છે, તો બીજીતરફ મોટાભાગના ખેલાડીઓ ફરવામાં પણ વ્યસ્ત છે. તાજેતરમાં એક તસ્વીરના સોશિયલ મીડિયામાં પ્રશંસકો ખૂબ વખાણ કરી રહ્યાં છે, આ તસ્વીર પોસ્ટ કરી છે ભારતના યુવા પેસર ખલીલ અહેમદે.

ભારતીય ટીમના લગભગ બધા યુવાન ખેલાડી ટીમના સૌથી સફળ અને અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના ચાહક છે. આ બધા ખેલાડીઓ ધોની પાસેથી વધુમાં વધુ શિખવાનો પ્રયાસ કરે છે અને અમૂક ધોનીને લઇને પોતાનો પ્રેમ પણ વ્યક્ત કરે છે. ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર ખલીલ અહમદ પણ તેમાંથી એક છે, જેણે સોશિયલ મીડિયામાં એક તસ્વીર પોસ્ટ કરી છે અને આ સાથે લખ્યું કે, ‘ઈનકે જૈસા કોઈ નહીં, માહી ભાઈ.’

ખલીલ અહમદે ગયા વર્ષે એશિયા કપમાં પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ દરમ્યાન ખલીલે આક્રમક બોલિંગ કરીને ચર્ચામાં આવી ગયો હતો. જ્યારે ટીમ ઈન્ડિયા એશિયા કપ પર પોતાનો કબજો જમાવ્યો હતો તો ધોની જ હતાં, જેણે કેપ્ટન રોહિત શર્માને કહ્યું હતું કે ટ્રૉફી ખલીલ અહમદને ઉઠાવવા માટે આવે.

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ચોથી વન-ડે મેચ ગુરૂવારે રમાવાની છે અને આશા સેવાઈ રહી છે કે આ મેચમાં બહાર બેઠેલા ખેલાડીઓને તક મળી શકે છે. ટીમ ઈન્ડિયા શ્રેણી પહેલા જ જીતી ગઇ છે અને બાકીની બે વન-ડે મેચોમાં તેમને પ્રયોગ કરવાની આઝાદી મળશે.

READ ALSO

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!