GSTV
Cricket Sports Trending

IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર

ટીમ ઈન્ડિયાના સૌથી સફળ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આઈપીએલ પહેલા ધોનીએ વેસ્ટઈન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલ સાથે મુલાકાત કરી. ગેલએ સોશિયલ મીડિયા પર ધોની સાથેની અમુક ખાસ તસવીર પણ શેર કરી છે. 

ધોનીએ ટીમ ઈન્ડિયા માટે જે યોગદાન આપ્યુ તે અવિસ્મરણીય છે. તેમના નેતૃત્વમાં ભારતે 3 આઈસીસી ટ્રોફી પોતાના નામે કરી છે. ભારત માટે અત્યાર સુધી કોઈ પણ કેપ્ટન આવુ કરી શક્યા નથી. આઈપીએલ 2023માં ચાહકો ધોનીને ફરીથી બેટ સાથે મેદાનમાં જોવા માટે આતુર છે. વિદેશી ખેલાડીઓ સાથે ધોનીનું બોન્ડિંગ સારુ જોવા મળે છે.  

ક્રિસ ગેલએ ધોની સાથેના 3 ફોટો શેર કર્યા. સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યુ, ‘લોન્ગ લાઈવ ધ લેજેન્ડ્સ’. આઈપીએલમાં ઘણીવાર બંને ખેલાડી સામ-સામે જોવા મળતા હતા પરંતુ આ વખતે ક્રિસ ગેલએ આગામી સિઝન માટે પોતાનું નામ મોકલ્યુ નથી. બીજી તરફ ધોની આ વખતે IPLની કેપ્ટનશિપ કરતા જોવા મળશે. આ સિઝન ધોનીની અંતિમ સિઝન હશે. 

Related posts

Hair Care Tips/ વાળમાં નથી તકતો ડાયનો કલર, અજમાવો મહેંદી સાથે જોડયેલ આ 3 ઉપાય

Siddhi Sheth

મૂંઝાયેલા મમતાનો ઘૂંટાયેલો ઘૂંઘવાટ, ‘જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા હશે તો કોઈ પણ મોદી પર પ્રહાર નહીં કરી શકે’

Kaushal Pancholi

VIDEO/ IPL પહેલા શિખર ધવન બન્યો ‘સિંઘમ’, પંજાબના કેપ્ટને બોલરોને બદલે ગુંડાઓને ધોઈ નાખ્યા

Padma Patel
GSTV