બોલિવૂડની કેટલીક એક્ટ્રેસ એવી છે જે ટીવી અને ફિલ્મો બંનેમાં જોરદાર સફળતા હાંસલ કરી ચૂકી છે અને તેમાંનું એક નામ છે મૃણાલ ઠાકુરનું. સુપર 30 અને બાટલા હાઉસ જેવી ફિલ્મોમાં કામ કરનારી મૃણાલે લવ સોનીયા નામની ફિલ્મમાં ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કરેલું છે. શાહિદ કપૂર સાથે તે હવે ફિલ્મ જર્સીમાં કામ કરી રહી છે. તાજેતરમાં જ એક મુલાકાતમાં તેણે શાહિદ કપૂર સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરી હતી.
પેરેન્ટસનો ઠપકો પણ સાંભળવો પડતો હતો
મૃણાલે જણાવ્યું હતું કે બાળપણમાં તે અને તેની બહેન શાહિદ કપૂરના ફોટોના કટિંગ પોતાની સાથે રાખતા હતા. આમ કરવાને કારણે તેમને પેરેન્ટસનો ઠપકો પણ સાંભળવો પડતો હતો. હવે તે શાહિદ કપૂર સાથે કામ કરી રહી છે તેવામાં તેને સ્વપ્ન સાકાર થયું હોય તેમ લાગી રહ્યું છે. તેણે જણાવ્યું હતું કે શાહિદ કપૂર મજાનો કલાકાર છે. તે અદભૂત એક્ટિંગ કરે છે. તે સ્ક્રીન પર જાદૂ પાથરી દે છે.
શાહિદ સાથે કામ કરીને મને ઘણું શીખવા મળ્યું
ઘણી વાર તો મને નવાઈ લાગે છે કે આખરે તેણે એવું તો શું કરી નાખ્યું છે. જ્યારે પણ તેનો સિન આવે છે ત્યારે હું મોનીટર પર બેસીને તે શોટ્સ નિહાળતી રહું છું. મૃણાલે જણાવ્યું હતું કે મને લાગે છે કે શાહિદ સાથે કામ કરીને મને ઘણું શીખવા મળ્યું છે. સેટ્સ પર મેં તેની પાસેથી ઘણી બાબતો શીખી છે.
READ ALSO
- દુ:ખદ: પાલનપુરના માનસરોવરમાં બેકાબુ ડમ્પર ચાલકે મજુરોને કચડ્યા, એકનું મોત અને બેની હાલત ગંભીર
- એક જ ગોળીથી ઉડાવ્યા ISISના 5 ખૂંખાર આતંકી, બ્રિટિશ SAS સ્નાઇપરે આ રીતે કરી કમાલ
- અમદાવાદીઓ ભારે હો! 60 હજારથી વધુ માસ્ક વગરના બહાદુરો દંડાયા, તંત્રે વિતેલા વર્ષમાં દંડ પેટે 30 કરોડ રૂપિયા વસૂલ્યા!
- ફટકો/ ચીન સહિતના દેશોએ કરેલા સાયબર હુમલાથી ભારતને એક જ વર્ષમાં અધધ 1.24 લાખ કરોડનું નુકસાન
- ફાયદો / આ ખાસ સ્કીમમાં રોકાણ કરી મેળવો તગડું રિટર્ન, રિટાયરમેન્ટ સમયે નહિ રહે પૈસાની ચિંતા