GSTV
Home » News » ઈમરાન ખાને તોડી ચૂપકીદી, ‘ભારત પાકિસ્તાનને આપે પુરાવા, કાર્યવાહી કરીશ’

ઈમરાન ખાને તોડી ચૂપકીદી, ‘ભારત પાકિસ્તાનને આપે પુરાવા, કાર્યવાહી કરીશ’

14 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું નિવેદન સામે આવ્યું છે. ઈમરાન ખાને કહ્યું હતું કે, ભારતની સરકારે પાકિસ્તાન પર આરોપ લગાવ્યા છે. પરંતુ સાઉદી અરબના પ્રિન્સના દૌરા પર અમારું ધ્યાન હતું. પ્રિન્સ પરત ફરતા હવે હું જવાબ આપું છું. ભારતની સરકારે કોઈ પણ પ્રકારના પ્રૂફ વિના પાકિસ્તાનની સરકાર પર આરોપ લગાવ્યો છે. પાકિસ્તાન શા માટે કરશે ? એમાં અમને શું ફાયદો ? જો ભારતની સરકાર અમને કોઈ પ્રૂફ આપશે તો અમે આ ઘટનાની તપાસ કરવા માટે તૈયાર છીએ.

પોતાના નિવેદનમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, ગત્ત 15 વર્ષથી અમે આતંકવાદ વિરૂદ્ધ જંગ લડી રહ્યા છીએ. તેમાં અમને કોઈ ફાયદો નથી. દર વખતે કાશ્મીરમાં કંઈ પણ થાય પાકિસ્તાન પર આરોપ લગાવવામાં આવે છે.

જો કે મહત્વનું એ છે કે પાકિસ્તાનમાં જ છુપાઈને બેઠેલા આતંકના આકા મસૂદ અઝહરે આ હુમલો કરાવ્યો હતો. તેણે આ માટેની જવાબદારી પણ સ્વીકારી હતી. જો પાકિસ્તાનમાં જ બેઠેલો આતંકી આ હુમલો કરાવી શકતો હોય તો ઈમરાન ખાન કેવી રીતે કહી શકે કે પાકિસ્તાનનો આ ઘટનામાં કોઈ હાથ નથી. ઉપરથી ભારતીય આર્મીએ પણ આ અંગે પાકિસ્તાનની આર્મીનો હાથ હોવાનું જણાવ્યું હતું. આ માટે આઈએસઆઈની પણ સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. ત્યારે પાકિસ્તાનના પીએમ હાલ ડરેલા હોવાથી વાત કરવાની ડંફાસ મારી હતી.

  • પાકિસ્તાન પર ખોટા આરોપ લગાવાયા છે
  • અમે તપાસ માટે તૈયાર છીએ
  • પુલવામા હુમલા પર ઇમરાનખાનની તીખી પ્રતિક્રિયા
  • પુરાવા આપ્યા વિના પાકિસ્તાન સામે આક્ષેપો
  • અમને પુરાવા આપવામાં આવે
  • તમે મને પુરાવા આપો હું કાર્યવાહીની ગેરંટી આપું છું
  • આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમારા 70 હજાર પાકિસ્તાનીઓએ જીવ ગુમાવ્યા છે.
  • પાકિસ્તાન વળતો પ્રહાર કરશે
  • ઇમરાનખાનની ભારતને ધમકી

હુમલાઓ કરી અમારો કોઈ ફાયદો નથી. જો ભારત સરકાર આ બાબતે કોઈ પુરાવા આપશે અમે ગેરંટી આપીએ છીએ કે કાર્યવાહી થશે. છેલ્લા 15 વર્ષથી અમે પણ આતંકવાદીઓથી ત્રસ્ત છે. પાકિસ્તાનમાં રહેલા જૈશ એ મોહમંદ સામે આરોપો બાદ ભારતે પાકિસ્તાન પર સીધા આરોપો મૂક્યા છે. ભારત આ બાબતે કોઈ કાર્યવાહી કરશે તો તેઓ વળતી કાર્યવાહી કરશે તેવી પણ ચીમકી આપી છે.

Read Also

Related posts

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan

ઝારખંડમાં વોટિંગ પહેલા નક્સલી હુમલો, ચાર પોલીસ જવાન શહીદ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!