GSTV
Home » News » ગ્રેજ્યુએટ છો? તો અહીં મળશે 1 લાખ સુધીની સેલેરી, નોકરી મેળવવા આ છે જરૂરીયાતો

ગ્રેજ્યુએટ છો? તો અહીં મળશે 1 લાખ સુધીની સેલેરી, નોકરી મેળવવા આ છે જરૂરીયાતો

mpsc recruitment

મહારાષ્ટ જાહેર સેવા આયોગે એક લાખ સુધીના પગારની નોકરી માટે ભરતી શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને આ માટે ગ્રેજયુએટ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. મહારાષ્ટ જાહેર સેવા આયોગે કેટલીક જગ્યાઓ માટે ભરતી શરૂ કરી છે. ગ્રુપ-સી સર્વિસીઝના માધ્યમથી આ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવામાં આવશે. આ માટેની પરીક્ષા માટે અરજીઓ માગવામાં આવી છે. ભરતી ઇચ્છુકો ૬ મે સુધીમાં અરજી કરી શકશે. જો તમે સ્નાતક હો અને આ નોકરીઓ ઇચ્છતા હો તો તમે પણ અરજી કરી શકો છો. આ ભરતી અંગેની કાર્યવાહી જોઇએ.

હોદા

આ ભરતીના માધ્યમથી ગ્રુપ-સીના હોદા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં સેકન્ડરી ઇન્સ્પેકટરની ૩૩ જગ્યા, ટેક્સ આસિસ્ટન્ટની ૧ર૬ અને સ્ટેનોગ્રાફર માટે ૭પ જગ્યા અનામત રખાઇ છે. અહીં ર૩૪ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે દરેક જગ્યા માટે અલગ અલગ પગાર ધોરણ છે અને તેમાં એક લાખ સુધીનો પગાર છે.

યોગ્યતા

આ જગ્યા માટે કોઇ પણ સ્નાતક અરજી કરી શકે છે.

ઉંમર

આ પરીક્ષામાં સામાન્ય વર્ગ માટે ઉંમર મર્યાદા ૧૮ થી ૩૮ વર્ષ, અનામત વર્ગ માટે ૧૯ થી ૪૩ વર્ષની વય મર્યાદાના લોકો અરજી કરી શકશે. અરજદારની ઉંમર ગણત્રી માટે ૧ ઓગષ્ટ ર૦૧૮ નકકી કરાઇ છે.

અરજી ફી

સામાન્ય અને  ઓબીસી વર્ગના અરજદારો માટે રૂ.૩૭૪  અને એસસી, એસટી માટે અરજી ફી રૂ.ર૭૪ નકકી કરાઇ છે. અરજી ફી કેડીટ, ડેબીટ કાર્ડ અને નેટ બેંકીંગના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકાશે.

પસંદગી પ્રકિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે કરાશે.

Read Also

Related posts

હજુ વર્લ્ડકપ શરૂ નથી થયો ત્યાં તો આ બોલરના નામથી જ ફફડી ઉઠ્યો કોહલી, ઉભી કરી શકે છે ‘વિરાટ’ મુશ્કેલી

Bansari

હિન્દી બેલ્ટે મોદીને ફરી બનાવ્યા પીએમ, 2 રાજ્યોમાં તો ભાજપે ક્લિનસ્વીપ મેળવી

Nilesh Jethva

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રચંડ જીત બાદ, સોશ્યલ મીડિયા પર વાયરલ થયા મીમ્સ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!