GSTV

30 સાંસદો કોરોનાની ઝપેટમાં : ચોમાસું સત્ર વહેલું પૂરું થઈ શકે છે, સંસદમાં પ્રવેશવા માટે એન્ટિજન ટેસ્ટ રોજ ફરજિયાત

કોરોના વાયરસ સંકટની વચ્ચે શરૂ થયેલ સંસદનું ચોમાસું સત્ર તેના નિર્ધારિત સમય પૂર્વે સમાપ્ત થઈ શકે છે. 30 સાંસદોને કોરોના ચેપ લાગ્યાં છે. જેથી આ નિર્ણય લઈ શકાય છે.  સંસદ 6 અઠવાડિયા સુધી 14 સપ્ટેમ્બરથી 1 ઓકટોબર 2020 સુધી ચાલવાની છે. હવે 1 અઠવાડિયું વહેલું સત્ર પૂરું કરી દેવામાં આવે એવી શક્યતા છે. શનિવારથી સંસદમાં પ્રવેશનારા પત્રકારો માટે સરકારે ડેઇલી એન્ટિજેન ટેસ્ટ  ફરજિયાત બનાવ્યો છે. કોરોનાને ચેપ લાગનારા સાંસદોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં પ્રધાન નીતિન ગડકરીનો સમાવેશ થાય છે.

અધ્યક્ષ વૈંકયા નાયડુએ ઉપલા ગૃહના સભ્યોને સલાહ આપી હતી કે બેઠક શરૂ થયા પછી તેઓએ કોઈ સ્પષ્ટતા માટે ગૃહમાં બેઠેલા અધિકારીઓની પાસે ન આવવું જોઈએ,વરિષ્ઠ સંસદસભ્યએ કહ્યું કે બંને ગૃહોના સભ્યો ચોક્કસ અંતરાલ બાદ આરટી-પીસીઆર તપાસ કરી રહ્યા છે. સાંસદ કેટલી વાર આરટી-પીસીઆર તપાસ કરી શકે છે તે મહત્વનું નથી.

નાયડુએ રાજ્યસભાના સભ્યોને સુરક્ષાના પગલાંને અનુસરવા કહ્યું

બીજી તરફ રાજ્યસભાના અધ્યક્ષ એમ.વેંકૈયા નાયડુએ શુક્રવારે કહ્યું હતું કે પરીક્ષા હોલમાં સ્લિપના લેણદેણની મંજૂરી નથી પરંતુ કોવિડ -19 સુરક્ષા પગલાઓને ધ્યાનમાં રાખીને ઉપલા ગૃહના સભ્યો એકબીજાનો સંપર્ક કરવા આમ કરી શકે છે. નાયડુએ ઉપલા ગૃહના સભ્યોને સલાહ આપી હતી કે બેઠક શરૂ થયા પછી તેઓએ કોઈ સ્પષ્ટતા માટે ગૃહમાં બેઠેલા અધિકારીઓની પાસે ન આવવું જોઈએ, સાથે સાથે તેઓએ એક બીજા સભ્યોની બેઠક પર ન જવું જોઈએ. જો કોઈ મુદ્દો જરૂરી હોય, તો તમે તમારી કાપલી મોકલી શકો છો.

પ્રેસ ગેલેરીમાંથી સંસદની કાર્યવાહીનું કવરેજ ધરાવતા પત્રકારો પણ આરટી-પીસીઆર તપાસ હાથ ધરવાના વિકલ્પ માટે ખુલ્લા છે. આ ચેક 72 કલાક માટે માન્ય છે. આરટી-પીસીઆર તપાસના રિપોર્ટમાં વિલંબ થતો હોય તેમ લાગે છે, તેથી દરરોજ એન્ટિજેન ટેસ્ટ કરાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અધિકારીઓ જેઓ તેમના સંબંધિત મંત્રીઓ સાથે સંસદમાં પહોંચ્યા છે, તેઓએ પણ 72 કલાકની અંદર કરવામાં આવેલી આરટી-પીસીઆર તપાસનો રિપોર્ટ બતાવવો પડશે.

Related posts

અચાનક રાતે ઉંઘ ઉડી ને પત્નીને કારીગર સાથે કઢંગી હાલત જોઈ પતિએ બંનેને પતાવી દીધા, પ્રેમીની તો આંખો ફોડી નાખી

Pravin Makwana

NEET રિઝલ્ટમાં ભયંકર ભૂલ/ એક ભૂલે વિદ્યાર્થીના સપના રગદોળી નાખ્યા, જ્યારે ભૂલ સમજાય ત્યારે બન્યો ઓલ અવર ઈન્ડિયામાં ટૉપર

Pravin Makwana

ટિકટોક પર બૈન લગાવ્યાના 10 જ દિવસમાં પાકિસ્તાનને પ્રતિબંધ હટાવ્યો, ટિકટોકે માની લીધી શરતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!