GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

સાંસદનું રિપોર્ટ કાર્ડ: દાહોદનાં સાંસદ જશવંતસિંહ ભાભોરે સંસદમાં કયા સ્થાનિક મુદ્દાઓને આપી વાચા?

ઉંમરગામથી માંડીને અંબાજી સુધીનાં આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે. વરસો જૂનો કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ બેઠક ર૦૧૪માં મોદી લહેરના પ્રતાપે ભાજપે કબજે કરી સૌને ચોંકાવી દીધા હતા. ધારાસભ્ય રહી ચૂકેલા જશવંતસિંહ ભાંભોર પર ભાજપે આ વખતે પણ ફરી ભરોસો મૂક્યો છે.ત્યારે ગત ટર્મમાં જશવંતસિંહની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ.

જશવંતસિંહ ભાંભોર ધારાસભ્ય તરીકે અજેય રહેલા. તેથી 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ પ્રભા તાવિયાડ સામે જશવંતસિંહને મેદાને ઉતારી આ બેઠક કબજે કરી હતી. પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા બાદ જશવંતસિંહ ભાંભોરની સંસદમાં કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ.

નેતાજીનો હિસાબ

  • સંસદમાં જસવંતસિંહની 90 ટકા હાજરી
  • જશવંતસિંહે સંસદમાં 138 સવાલ પૂછ્યા
  • જશવંતસિંહે સંસદની વિવિધ 11 ચર્ચામાં ભાગ લીધો.

પાંચ વરસની ટર્મ દરમિયાન સાંસદને રપ કરોડ જેટલી ગ્રાન્ટ મળતી હોય છે આ ગ્રાન્ટનો કેવો ઉપયોગ કર્યો તેની પર નજર કરીએ.

કેટલી વાપરી ગ્રાન્ટ?

  • સાંસદ દ્વારા 28.26 કરોડનાં કામોની ભલામણ કરવામાં આવી હતી.
  • ભલામણને આધારે 25.18 કરોડનાં કામો મંજૂર થયા હતાં.
  • ગ્રાન્ટમાંથી 21.84 કરોડ એટલે કે 85.57 ટકાનો ઉપયોગ કરાયો હતો.

આદિવાસી મતોનુ પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ર૦૧૪ની સરખામણીએ સમીકરણ બદલાયા છે. આ વખતે અહી કોઇ મોદી લહેર નથી. આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ હજુ ઇચ્છે તો તેનો ગજ વાગી શકે તેમ છે. તેવામાં જશવંતસિંહ માટે આ વખતે ચૂંટણી આસાન નહી રહે.  

READ ALSO

Related posts

ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે BBL T20 : 61 મેચોનો કાર્યક્રમ થયો જાહેર

Pravin Makwana

બેંક ઓફ બરોડામાં પડી છે ઢગલાબંધ જગ્યાઓ, 31મી જુલાઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ

Pravin Makwana

કોરોના ઇફેકટસથી નવમાંથી એક વ્યકિતને ભૂખ્યા સૂવાનો વારો, 13 કરોડ લોકો ધકેલાઈ રહ્યાં છે ભૂખમરામાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!