GSTV

ઘણી બિમારીઓનું રામબાણ ઈલાજ છે આમળા, જાણો તેનાં ગુણકારી ફાયદાઓ

આમળા શરીરનાં સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી હોય છે. આમળામાં વિટામીન સી થી લઈને કાર્બોહાઈડ્રેડ અને ફાયબર હાજર રહે છે. ડાયાબિટીસથઈ લઈને પાચન તંત્ર અને હાડકાઓનાં સ્વાસ્થ્ય માટે આમળા અત્યંત ફાયદા કારક રહે છે.

આમળામાં કેલ્શિયમથી લઈને પોટેશિયમ અને આર્યન સહિત બહોળા પ્રમાણમાં ખનીજ પદાર્થ અને વિટામીન હાજર રહે છે. જો તમારા શરીરની રોગ પ્રતિરોધક શક્તિ ઓછી છે તો તમારે આમળાનું સેવન કરવું ખૂબ જરૂરી છે. આમળા તમારા શરીરનું જ નહી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે.

જો તમને ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છો તો આમળા એ રામબાણ ઈલાજ છે. તે તમારા બ્લ્ડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીઝની સાથે જ આમળા તમારા હ્રદય માટે પણ અત્યંત ફાયદાકારક રહે છે. આમળામાં ક્રોમિયમ બીટા હોય છે. જો કે હ્રદયને સ્વસ્થ્ય રાખે છે. આમળા તમારા કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણ રાખે છે.

આમળા તમારા હ્રદયની સાથે સાથે હાડકાનાં સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે. તેમાં કેલ્શિયમની માત્રા ભરપૂર રહે છે. અને આ અર્થરાઈટિસનાં જોખમને પણ ઓછું રાખે છે, આમળા પાચન તંત્રની સાથે સાથે આંખો માટે સારા હોય છે. આ નો રસ પીવાથી આંખોમાં ચમક રહે છે અને દ્રષ્ટી પણ વધે છે.

READ ALSO

Related posts

કોરોનાએ વિશ્વની મહાસત્તાને પણ ન મૂકી, અમેરિકામાં 7 લાખ લોકોની છીનવાઈ રોજી-રોટી

Ankita Trada

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી

pratik shah

બાળકના મોત બાદ પિતાનો આરોપ, એક ચોક્કસ સમુદાયનો હોવાને કારણે ડોક્ટરોએ સારવાર ન કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!