GSTV
India News ટોપ સ્ટોરી

એમપીમાં ભાંગફોડ માટે મોદી અને શાહને નથી શિવરાજ પર ભરોસો, આ નેતાને સોંપાઈ જવાબદારી

મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં ભાગલા પાડવાની જવાબદારી કેન્દ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર તોમરને સોંપવામાં આવી હતી. મંત્રી નરેન્દ્ર તોમરનો મધ્યપ્રદેશના ગ્વાલિયર,ચંબલ અને સંભાગ વિસ્તારમાં ભારે પ્રભાવ છે. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો પણ મોટેભાગે સંભાગથી આવે છે અને આજ બળવાખોર ધારાસભ્યોનો કારણે કમલનાથની સરકાર સંકટમાં આવી ગઇ છે. નરેન્દ્ર તોમર વડાપ્રધાન મોદી અને શાહના ખાસ વિશ્વાસુ માનવામાં આવે છે. અને એટલે જ મધ્યપ્રદેશમાં ભાજપની રણનીતી ઘડવાની જવાબદારી નરેન્દ્ર તોમરને સોંપવામાં આવી હતી. નરેન્દ્ર તોમર મધ્યપ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત કેબિનેટ મંત્રી તરીકે પણ રહી ચુક્યા છે.

tomar

જ્યોતિરાદિત્ય એ શા માટે આપ્યું રાજીનામું ?

જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસના નેતૃત્વથી રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષનું પદ અથવા તો રાજ્યસભાની સીટ ઈચ્છતા હતા. પણ કોંગ્રેસના પીઢ નેતા કમલનાથ અને દિગ્વિજય સિંહ તેમને કોઈ દરજ્જો દેવા માગતા નહોતા.

જ્યોતિરાદિત્ય પોતાના સીનિયર નેતાઓનો કુથલી દાવ સમજી ગયા હતા. એ સાથે જ ભાજપનો પાલવ પકડવાનું મન પણ તેઓ બનાવી ચૂક્યા હતા. જે માટે આ મહિનાની 5મી માર્ચની તારીખ પર મહોર મારવામાં આવી.

scindia

કમલનાથ સરકાર ધારાસભ્યોને બચાવવાના કામે લાગી

મધ્ય પ્રદેશમાં 22 ધારાસભ્યોના રાજીનામા બાદ સીએમ કમલનાથ કોંગ્રેસના ધારાસભ્યોને બચાવવા કામે લાગી ગયા છે. કોંગ્રેસ બાકીના તમામ ધારાસભ્યોને જયપુર ખસેડવાની તૈયારી કરી રહી છે. જયપુરમાં કોંગ્રેસના ધારાસભ્યોની જવાબદારી સીએમ અશોક ગહેલોતને સોંપવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે તમામ ધારાસભ્યોને આમેરના બ્યૂના રિસોર્ટમાં રાખવામાં આવશે. આ ઉપરાંત અન્ય બે હોટલની પણ ઓળખ કરવામાં આવી છે. રાજસ્થાન સરકારે ધારાસભ્યોની સુરક્ષા માટે પણ વિશેષ વ્યવસ્થા કરી છે. મહત્વપૂર્ણ છે કે, મંગળવારે કોંગ્રેસના 22 જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપ્યુ હતુ. જેથી મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પર સંકટના વાદળ છવાયા હતા. જેથી હવે કોંગ્રેસ ધારાસભ્યોને બચાવવા માટે એક્શન મોડમાં આવી છે.

READ ALSO

Related posts

સરકારી અધિકારી વિરુદ્ધ CBIએ દાખલ કરી ફરીયાદ! ITના ત્રણ કર્મચારીઓએ રૃ. ૧.૩૯ કરોડના ટીડીએસ રિફન્ડની રકમ કરી ગયા ચાંઉ

pratikshah

Maharashtra Political Crisis પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવમી, આમને- સામને હશે હરિશ સાલ્વે અને અભિષેક મનુ સંઘવી!

pratikshah

ભારે પવન અને વીજ કડાકા સાથે અમદાવાદમાં વરસ્યો વરસાદ, અનેક સ્થળે સાઈનબોર્ડ બેનરો પડયા! ૮૦થી વધુ વૃક્ષો ધરાશાયી

pratikshah
GSTV