GSTV

ગુજરાતના આ સાંસદે માદરે વતનમાં જઈ ગણેશમહોત્સવમાં ભાગ લઈ બાપાના આશિર્વાદ લીધા

ગીર સોમનાથ જીલ્લાના સાસંદ રાજેશ ચુડાસમા દ્રારા દર વષેઁની જેમ આ વષેઁ પણ માદરે વતન ચોરવાડ ગામે ભવ્યાતિભવ્ય ગણેશજી મહોત્સવનુ 11 દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેમા લાખોની જનમેદની ઉમટી પડી હતી. રાજકીય અને સામાજિક તથા જાહેરજીવન મા વ્યસ્તતાની સાથે સાંસ્કૃતિક વારસો જાળવી રાખવામા ગીર સોમનાથ જીલ્લાના યુવા સાસંદ રાજેશ ચુડાસમા પુરવાર થયા છે. પોતાના માદરે વતન ચોરવાડ ગામે દર વષેઁની જેમ આ વષેઁ પણ ભવ્યાતિભવ્ય ગણેશજી મહોત્સવનુ આયોજન વિશાળ મેદાનમા કરવામા આવેલ હતુ. જેમા 11 દિવસ સુધી દરરોજ રાત્રીના લાઇવ ઓરકેસ્ટ્રા દ્રારા મહાઆરતી, વિવિધ દશઁન, લોકડાયરો સહીતના કાયઁક્રમ રાખવામા આવેલ હતા.

જેમા જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દશઁનનો લાભ લીધેલ હતો. આ દરરોજ ના સાંસ્કૃતિક કાયઁક્રમની શરુઆત પહેલા રાષ્ટ્રગીત ગાયને દેશને માન આપવામા આવેલ હતા. ઉપસ્થિત ભાઇઓ, બહેનો, યુવાનો પોતાની જગ્યા પર ઉભા થઇને રાષ્ટ્રગીત ગાવામા આવે છે. ત્યારે વાત કરવામાં આવે તો ગજાનન ગણેશજી પાસે જીલ્લાના વિકાસના કામોને વેગ આપવામાં સફળતા મળે અને લોકોનો વિશ્ર્વાસ કાયમી તેના પર ટકી રહે તેવી પ્રાર્થના સાસંદ રાજેશ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

જીવલેણ વાયરસનો કહેર વધ્યો/ નવા 1512 કેસ નોંધાયા અને 14 દર્દીઓના નિપજ્યા કરૂણ મોત

pratik shah

ગુજરાતની આ કંપનીની કોરોના વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને અમેરિકામાં મંજૂરી, કોને રસી અપાઇ તેનો રેકોર્ડ રહે તેવી સિસ્ટમ પણ વિકસાવી

Bansari

સુરત/ મહાપાલિકાએ પારલે પોઇન્ટ સ્થિત સરગમ કોમ્પ્લેક્ષને કર્યુ સીલ, ફ્લેટો સહીત દુકાનોના તમામ જોડાણ પર કર્યા કટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!