GSTV
Gujarat Government Advertisement

લો બોલો મધ્યપ્રદેશનાં ધારાસભ્યોને લેપટોપ બાદ હવે ક્ષેત્રમાં બંગલો, બે સહાયક અને હાઈટેક ફોન પણ જોઈએ!

Last Updated on August 21, 2019 by Mansi Patel

મધ્યપ્રદેશમાં ખજાનો ભલે ખાલી થઈ ગયો હોય પરંતુ ધારાસભ્યોની માંગમાં ઘટાડો થઈ રહ્યો નથી. વર્તમાનમાં મળી રહેલું વેતન ભથ્થુ તેમને ઓછુ પડી રહ્યુ છે. એટલા માટે હવે તેમણે પોતાના વિસ્તારમાં બંગલો, ઓફિસ જેવી સુવિધાઓની માંગ શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશની 14મી વિધાનસભામાં ધારાસભ્યોને 35,000નું લેપટોમ મળવાનું નક્કી થયુ હતુ. 15મી વિધાનસભાં તેને 50,000 કરી દેવામાં આવી હતી. 230 સદસ્યો વાળી વિધાનસભામાં 102 ધારાસભ્યોને લેપટોપ મળશે, જેમને પહેલાંથી જ લેપટોપ મળી ચૂક્યા છે. તેના સિવાય ધારાસભ્યોના મકાન અને ગાડી માટે લોનની સીમા વધારી દેવામાં આવી છે.

હવે મધ્યપ્રદેશનાં વિધાનસભાના સદસ્ય ઈચ્છે છેકે, તેમને પોતાના વિસ્તારમાં બંગ્લો, ઓફિસ જેવી સુવિધાઓ મળે. તેના સિવાય બે કરોડની ધારાસભ્ય નિધિ અને સ્વેચ્છાનુદાનને બમણી કરવામાં આવે, રેલ યાત્રા માટે કૂપનની જગ્યાએ સાંસદોની જેમ કાર્ડ મળે અને સરકારી કામકાજ માટે એક નહી બે ખાનગી સહાયક મળે. પેટલાવાદનાં કોંગ્રેસનાં ધારાસભ્ય વાલસિંહ મેડાએ કહ્યુકે, 50 હજારનું લેપટોપ આપીશ અને જે મુખ્યમંત્રી સાહેબ નિર્ણય લેશે તેની સાથે સહેમત રહીશું. અમને રેસ્ટહાઉસ આપવામાં આવ્યુ છે જેમાં અમે કામ કરી રહ્યા છીએ.

હાલમાં મધ્યપ્રદેશનાં ધારાસભ્યોનું વેતન 30,000, ઘરનું ભાડુ 35,000, ટેલિફોન ભથ્થુ 10,000, પોસ્ટ ભથ્થુ 10,000 રૂપિયા, 15,000 રૂપિયાનું કોમ્પ્યુટર ઓપરેટર ભથ્થુ અને 10,000 રૂપિયાનું મેડિકલ ભથ્થુ એટલેકે માસિક કુલ 1,10,000 મળે છે. તો હવે ધારાસભ્યોને હાઈટેક ફોન પણ જોઈએ છે. એ પણ ત્યારે જ્યારે રાજ્ય પર 1,82,917 કરોડ રૂપિયાનું દેવું છે. મધ્યપ્રદેશમાં 229 સદસ્યવાળી વિધાનસભામાં 69 ધારાસભ્યો તો એવાં છે જે પાંચમુ, આઠમું, દસમુ અને બારમું પાસ છે.

જાન્યુઆરીથી ઓગષ્ટની વચ્ચે મધ્યપ્રદેશ સરકાર લગભગ 12000 કરોડ રૂપિયાનું દેવું કરી ચૂકી છે. રાજ્ય પર દેવાનો બોજ સતત વધી રહ્યો છે પરંતુ માનનીય ધારાસભ્યોની ડિમાન્ડ ઘટી રહી નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!