GSTV

ઇન્દોરમાં ચાર માળની હોટલ ધરાશાયી થતા 10ના મોત, 4 ઘાયલ

Last Updated on April 1, 2018 by

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ચાર માળની હોટલ ધરાશાઈ થતા આશરે 10 જેટલા લોકોના મોત થયા છે. આ હોટલ શહેરના સરવેટ સ્ટેન્ડ પાસે આવેલી છે. ઘટનામાં બીલ્ડીંગ નીચે ઉભેલી રિક્ષા અને કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતા. જ્યારે 10 લોકોના મોત નિપજ્યા અને 4 લોકો ઘાયલ થયા છે. બીલ્ડીંગની નીચે હજી પણ અનેક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મૃત્યુઆંક પણ વધી શકે તવી શક્યાતાઓ દર્શાવવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલીક ધોરણે પોલીસ અને પ્રશાસનના ટોચના અધિકારીઓ સહિત ચાર એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે રાહત કાર્ય માટે જેસીબી મશીન દ્વારા કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

Related posts

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel

BIG NEWS: બેન્ક ડૂબી જશે તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ

pratik shah

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!