GSTV

ગુજરાતના આ સાંસદને દિલ્હીમાં જોઈએ આલિશાન બંગલો, સૌરાષ્ટ્રના મંત્રી દ્વારા શરૂ કર્યું લોબિંગ

સામાન્ય માણસ જયારે નેતા બને એટલે તુરંત જ તેને એશો આરામ જોઈએ અને તેના માટે ભલામણ પણ કરાવતા હોય છે. આવી જ સ્થિતિ સર્જાઈ છે બીજેપીમાં. એક નવ નિયુક્ત સાંસદને હવે દિલ્હીમાં બંગલામાં રહેવાના અભરખા જગ્યા છે. તેના માટે પ્રયાસ પણ તેજ કરી દીધા હોવાની ચર્ચા ભાજપમાં જાગી છે. સામાન્ય માણસને જયારે નેતા બનવાનો મોકો મળે એટલે તેમને તુરંત જ રોફ ઝાડવો ઝાકમઝોળ જિંદગી જીવવાની ઈચ્છા થતી હોય છે. આવા જ ગુમાનમાં ભાજપના એક નેતા રાચી રહ્યા છે જીવનમાં પ્રથમ વખત નેતા બનવાનો મોકો મળ્યો એટલે પોતાની વગનો ઉપયોગ કરીને હવે દિલ્હીમાં બંગલાની માંગણી કરી અને પોતાની નજીકના નેતા પાસે દિલ્હીમાં ભલામણ પણ કરાવી છે.

રાજ્યસભામાં સાંસદ બન્યા અને નેતા થતાં દિલ્હી બંગલાની જાગી ઉતાવળ

થોડા સમય અગાઉ જ રાજ્યસભાની ચુંટણી યોજાઈ તેમાં સાંસદ તરીકે આ નેતા ચુંટાઇ આવ્યા છે અને દિલ્હી ખાતે સાંસદ તરીકે શપથ પણ લઇ લીધા જેવા શપથ લીધા એટલે એ સામાન્ય માણસમાંથી નેતા બની ગયા છે અને હવે તેમને જાણે કે એશો આરામ કરવાનું “અભય”વચન મળ્યું હોય એ રીતે તેમણે દિલ્હીમાં બંગલામાં રહેવા માટે પ્રયત્ન તેજ કરી દીધો હતો પરંતુ તેમની પહેલા દાળ ગળી નહોતી

સૌરાષ્ટ્રના કદ્દાવર નેતાની એકદમ નજીક અને તેમના લગભગ તમામ અંગત નિર્ણયમાં સાથે

જેથી તેમણે સૌરાષ્ટ્રના કદ્દાવર નેતા અને કી પોસ્ટ પર રહેલા નેતા પાસે પોતાના ભાઈ સાથે પહોચી ગયા હતા અને દિલ્હીમાં બંગલો મળે તેના માટે પ્રયાસ કર્યો હતો. આ “અભય”વચન મેળવેલા નેતા અને તેમના ભાઈએ સૌરાષ્ટ્રના કદ્દાવર નેતાની એકદમ નજીક છે અને તેમના લગભગ તમામ અંગત નિર્ણયમાં સાથે હોય છે તેમની મદદથી સૌરાષ્ટ્રના એ નેતા સાથે મુલાકાત કરી દિલ્હીમાં બંગલો મળે તેના માટે ભલામણ માટે કહ્યું હતું એ સૌરાષ્ટ્રના એ કદ્દાવર નેતાએ ગુજરાતના ચુંટણી સમયે તેમના “પ્રકાશ” ના કારણે ચુંટણી આસન કરે છે ભાજપ તેમને ભલામણ માટે ફોન કર્યો હતો અને તેમને બંગલો મળે તેના માટે કહ્યું હતું.

મકાનની ફાળવણી માટે પણ પ્રક્રિયા જેમાં સિનિયોરીટીને પ્રાધાન્ય

આમ તો દિલ્હીમાં કોઇપણ નેતા સાંસદના શપથ લે એ બાદ હાઉસિંગ કમિટીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવતી હોય છે અને એ બાદ મકાન ફાળવવામાં આવતું હોય છે. મકાનની ફાળવણી માટે પણ પ્રક્રિયા હોય છે અને સિનીયોરીટી મુજબ મકાન મળતું હોય છે પરંતુ આ નવા સાંસદ તો પહેલી વખત જ સાસંદ બન્યા અને તરત જ તેમને સરકારનો વૈભવી બંગલો મેળવવા માટે પ્રયાસ તેજ કરી દીધો અને એશો આરામમાં રાચવાના સપના પણ જોવા લાગ્યા હતા પરંતુ હવે જોવું રહેશે કે એમને બંગલો મળે છે કે નહિ.

READ ALSO

Related posts

સરકારે પહેલીવાર કહ્યું આ તારીખે ભારતને મળશે કોરોના વેક્સીન, રશિયા સાથે ચાલી રહી છે ચર્ચા

pratik shah

વોટ્સએપ યુનિવર્સિટીની કરામત/ આ સરકારી વિભાગમાં નિકળી છે 70 હજાર ભરતી, જાણો આ વાયરલ મેસેજની સચ્ચાઈ

Pravin Makwana

ઊંઝા એપીએમસી સેસ કૌભાંડ મામલે તપાસ કરી રહેલી ટીમના હાથ આટલા દિવસ બાદ પણ ખાલી, સૌમિલ પટેલને બે નોટીસ ફટકારવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!