GSTV

હાથમાં તલવાર લઈ ઘોડી પર બેસી દુલ્હન પહોંચી લગ્ન કરવા

મધ્ય પ્રદેશના ખંડવામાં એક એવા લગ્ન જોવા મળ્યા કે, જેને જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બે બહેનો (દુલ્હન) પોતે જાન લઈને વરરાજાના ઘરે પહોંચી ગઈ હતી.દુલ્હન સાક્ષી પાટીદાર અને સૃષ્ટિ પાટીદાર બેંડ બાજા લઈ હાથમાં તલવાર સાથે ઘોડી પર સવાર થઈ જાન લઈને વરરાજાને ઘરે પહોંચી ગઈ હતી. મંડપ પર વરરાજાઓ પણ પોતાની દુલ્હનની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પાટીદાર સમાજની પરંપરા મુજબ આ બંને બહેનોના લગ્ન થયા હતા.

22 જાન્યુઆરીએ આ બંને બહેનાના લગ્ન ધૂમધામ રીતે થયા હતા. દિકરીઓના પિતાએ દેશમાં મહિલાઓને સન્માન આપવા માટે આ પરંપરાનું પાલન કરવા આગ્રહ કર્યો છે.

દિકરીઓના પિતા અરુણે જણાવ્યું હતું કે, આ 400-500 વર્ષ જૂની પરંપરા છે. અમે તેને બેટી બચાવો, બેટી પઢાઓના સમર્થનમાં આગળ લઈ જવા માગીએ છીએ. આ દેશની દિકરીઓ સાથે સમાન વ્યવહાર થવો જોઈએ. આ એજ સંદેશ છે કે, અમે અમારી આ પરંપરા દ્વારા તેને વ્યક્ત કરવા માગીએ છીએ અને તેને આગળ લઈ જવા ઈચ્છીએ છીએ.

READ ALSO

Related posts

કોરોના મહામારીમાં નોકરી ગુમાવનારને ESIC ત્રણ મહિના સુધી અડધો પગાર આપશે, ઓનલાઈન કરી શકો છો અરજી

Nilesh Jethva

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana

અમદાવાદ જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજ હેઠળ 24.06 કરોડની સહાય ચૂકવવામાં આવી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!