GSTV
Home » News » ISI પાસેથી ભાજપને ફંડના દાવા પર ફરી બોલ્યા દિગ્વિજય, હવે કોંગ્રેસનાં આ મોટા મંત્રીઓને સાથ આપવા કહ્યુ

ISI પાસેથી ભાજપને ફંડના દાવા પર ફરી બોલ્યા દિગ્વિજય, હવે કોંગ્રેસનાં આ મોટા મંત્રીઓને સાથ આપવા કહ્યુ

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ તેમજ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ દ્વારા ભાજપ પર આરોપો લગાવ્યા બાદ રાજકીય ઘમાસાણ મચી ગયુ છે. ત્યારે કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ફરીવાર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

તેમણે કહ્યુ હતુકે, મારી લડાઈ દેશની વિવિધતામાં એકતાને બચાવી રાખવાની છે. તેમણે જણાવ્યુ કે, ભાજપના આઈટી સેલના સભ્ય ધ્રવુ સક્સેના અને બજરંગ દળના બલરામસિંહે 2017માં આઈએસઆઈ પાસેથી નાણા લીધા હતા.

પરંતુ તત્કાલીન MP સરકારે બન્ને નેતા વિરૂદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નહોતી. દિગ્વિજયસિંહના નિવેદન બાદ MPમાં રાજકીય ઘમાસાણ શરૂ થયુ છે. ભાજપના નેતાઓ દિગ્વિજયસિંહનો વિરોધ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, દિગ્વિજયસિંહ વિવાદિત નિવેદનના કારણે હંમેશા ચર્ચામાં રહે છે ત્યારે ફરીવાર તેમણે વિવાદિત નિવેદન આપ્યુ છે.

READ ALSO

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત યાત્રાની તૈયારીઓનો સંપૂર્ણ ખર્ચ કોણ ભોગવશે? ખુદ મુખ્યમંત્રીએ સસ્પેન્સ પરથી ઉઠાવ્યો પડદો

Arohi

ભીડ ભેગી કરવામાં માહેર ભાજપની અગ્નિપરીક્ષા, નેતાઓનું પાણી મપાઇ જશે

Mayur

ડોન રવિ પુજારીને ભારત લાવવાની તૈયારીઓ આખરી ચરણમાં, આજે આવી શકે છે ભારત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!