GSTV
Gujarat Government Advertisement

આજે ‘કમલ’ કે ‘કમળ’ ? પાંચ વાગ્યા સુધીમાં વિશ્વાસમત મેળવી લેવાનો આદેશ

Last Updated on March 20, 2020 by Mayur

સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ એન પી પ્રજાપતિને આજે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાના નિર્દેશ આપ્યા છે અને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિશ્વાસ મત મેળવી લેવાનો પણ આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડના નેતૃત્ત્વવાળી ખંડપીઠે વિધાનસભા અધ્યક્ષને વિશ્વાસ મતની પ્રક્રિયાનો વીડિયો રેકોર્ડિંગ અને શક્ય હોય તો લાઇવ સ્ટ્રિમિંગ કરવાના પણ નિર્દેશ આપ્યા છે.

મધ્યપ્રદેશ અને કર્ણાટકની પોલીસ સુરક્ષા આપે

ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ ઉપરાંત ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની બનેલી આ ખંડપીઠે નિર્દેશ આપ્યા છે કે જો કોંગ્રેસના ૧૬ બળવાખોર ધારાસભ્યો વિધાનસભામાં વિશ્વાસ મતની પ્રક્રિયામાં ભાગ લેવા માગતા હોય તો તેમને મધ્ય પ્રદેશ અને કર્ણાટકના પોલીસ તેમને સુરક્ષા પૂરી પાડે.

અધ્યક્ષે પ્રસ્તાવ ફગાવ્યો

રાજ્યના વિધાનસભા સચિવને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષને સલાહ આપી હતી કે તે વીડિયો લિંક દ્વારા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સાથે વાતચીત કરે અથવા કોર્ટ ઓબ્ઝર્વરની નિમણૂંક કરે. જો કે મધ્ય પ્રદેશ વિધાનસભા અધ્યક્ષે આ પ્રસ્તાવને ફગાવી દીધો છે.

નિશ્ચિત મર્યાદામાં વિશ્વાસમત લેવાનો આદેશ

વિધાનસભા અધ્યક્ષ વતી હાજર રહેલા વકીલ એ એમ સિંઘવીએ જણાવ્યું હતું કે કોર્ટે વિધાનસભા અધ્યક્ષને નિશ્ચિત સમય મર્યાદામાં વિશ્વાસ મત લેવાનો આદેશ આપ્યો છે જે બંધારણની દ્રષ્ટિએ સમસ્યારૂપ છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને ખંડપીઠને જણાવ્યું હતું કે કમલનાથને બદલે વિધાનસભા અધ્યક્ષ કોર્ટમાં રાજકીય લડાઇનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે.

કોણ કોણ રહ્યું હતું હાજર ?

કમલનાથ વતી કપિલ સિબલ, વિધાનસભા અધ્યક્ષ વતી એ એમ સિંઘવી અને રાજ્ય સરકાર વતી વિવેક તન્ખા વકીલ તરીકે હાજર રહ્યાં હતાં. બીજી તરફ મધ્ય પ્રદેશના રાજ્યપાલ સોલિસિટર જનરલ તુષાર મહેતા તથા શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો વતી મનિન્દર સિંહ વકીલ તરીકે હાજર રહ્યાં હતાં.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નોકરિયાત વર્ગ માટે મોટા સમાચાર / કેન્દ્ર સરકાર નિયમોમાં કરશે મોટા ફેરફાર, સેલરી પર પડશે સીધી અસર

Zainul Ansari

રેકોર્ડ / સોમવારે 80 લાખથી વધુ લોકોએ લીધી કોરોના રસી, 15 લાખ ડોઝ સાથે આ રાજ્ય સૌથી આગળ

Zainul Ansari

Success Story: એક સમયે ક્લાસમાં ઉડાવતા હતા એની મજાક, સુરભીએ આઈએએસ બની આપ્યો જવાબ, જાણો સફળતાનો મંત્ર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!