GSTV
Home » News » સાંસદ દેવજી ફતેપરા ભાજપ સામે લડાયક મૂડમાં, ‘હાથ’ પકડે તેવી શક્યતા

સાંસદ દેવજી ફતેપરા ભાજપ સામે લડાયક મૂડમાં, ‘હાથ’ પકડે તેવી શક્યતા

devji fatepara

ગઇ કાલે રાત્રે ભાજપે પોતાની પાંચમી યાદી બહાર પાડી હતી. જેમાં ગુજરાતની 26 પૈકી 15 લોકસભા સીટ પર ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે. મોટા ભાગનાં વર્તમાન સાંસદોને રિપીટ કર્યા છે. માત્ર ઝાલાવાડ પંથકની સુરેન્દ્રનગર લોકસભા સીટ પર વર્તમાન સાંસદ દેવજી ફતેપરાનું પત્તુ કાપીને નવા નિશાળીયાને તક આપવામાં આવી છે.

જો કો દેવજી ફતેપરાએ પોતાની નારાજગી જાહેર કરી છે. દેવજી ફતેપરાનાં જણાંવ્યા પ્રમાણે પૂર્વ પંચાયત રાજ્ય પ્રધાન અને હળવદ-ધ્રાંગધ્રાનાં પૂર્વ ધારાસભ્ય જયંતિ કવાડિયા અને સુરેન્દ્રનગરનાં ધારાસભ્ય ધનજી પટેલે મારી ટીકિટ કપાવવામાં વરવી ભૂમિકા ભજવી છે. જો કે ધનજી પટેલ અને જયંતિ કવાડિયાએ આ બાબતે નકારમાં જવાબ આપ્યો છે.

સુરેન્દ્રનગરથી પત્તુ કપાતા સાંસદ દેવજી ફતેપરાની નારાજગી ચરમસીમાએ પહોંચી છે. ત્યારે દેવજી ફતેપરા ભાજપને રામ-રામ કરી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. દેવજી ફતેપરાએ કોંગ્રેસના નેતાઓનો સંપર્ક સાધ્યો છે. તેઓ કોંગ્રેસના ટોચના નેતાના સંપર્કમાં છે. આગામી ત્રણ દિવસમાં ફતેપરા અંગે કોંગ્રેસ નિર્ણય કરી શકે છે.

સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે તાજેતરમાં ભાજપે કોંગ્રેસનાં ધારાસભ્યોને તોડ-જોડ કરીને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા હતાં. તો બીજી તરફ ગુજરાતમાં મૃત:પાય સ્થિતીમાં આવેલી કોંગ્રેસ મળેલી તક ઝડપી લેવા માગે છે. જો કે દેવજી ફતેપરાએ જણાંવ્યું છે કે હું મારા સમાજનાં આગેવાનો સાથે ચર્ચા કરીને આગળનો નિર્ણય કરીશ. તેમજ સમાજ કહેશે તે ઉમેદવારને હરાવવા માટે સઘળા પ્રયત્નો કરીશ. તેથી આગામી સમયમાં સુરેન્દ્રનગર માટે નવા-જુની થવાનાં એંધાણ વર્તાય રહ્યા છે. જો કે દેવજી ફતેપરા કોંગ્રેસમાં સામેલ થશે તો ભાજપ માટે સમીકરણો બદલાય જશે, તે વાત નક્કી છે.

READ ALSO

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી, પાણી અને વિજળી વગર આખી રાત ધરણા પર બેઠા

Arohi

પાકિસ્તાનના લોકોની મુશ્કેલીનો અંત આવતો નથી, બીજી બાજુ મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે

Dharika Jansari

અમદાવાદમાં મચ્છરોના બ્રીડિંગ મળી આવતા 16 હોસ્પિટલો સહિતના 36 એકમો દંડાયા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!