GSTV

સંસદમાં ફોન પર ગંદી ફિલ્મો જોઈ રહ્યા હતા સાંસદ, પકડાઈ જતાં બનાવ્યુ અજીબોગરીબ બ્હાનું

જનતા પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને સંસદમાં મોકલતી હોય છે, જેથી જનતાના અવાજ સૌથી શક્તિશાળી મંચ પર તેમનો અવાજ પહોંચી શકે. જો કે, આ સંસદોમાં ઘણી વાર સાંસદો એવી હરકતો કરતા હોય છે કે, સૌ કોઈને શરમજનક સ્થિતીમાં મુકાવુ પડતુ હોય છે. થાઈલેન્ડની સંસદમાં પણ કંઈ આવુ જ થયુ છે. અહીં એક સાંસદ સંસદમાં બેઠા બેઠા મોબાઈલ ફોન પર ગંદી તસ્વીરો અને પોર્ન વીડિયો જોઈ રહ્યા હતા. જો કે, બાદમાં પૂછપરછમાં તેમની સાથે વાત કરતા તેમણે અજીબોગરીબ બહાનું બતાવ્યુ હતું.

ચાલુ બજેટે સંસદમાં ગંદી તસ્વીરો જોતા હતા સાંસદ

ગુરૂવારે થાઈલેન્ડની સંસદમાં બજેટ પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે સાંસદ બજેટના દસ્તાવેજો જોવામાં વ્યસ્ત હતા, ત્યારે તે સમયે સાંસદ રોન્નાથેપ અનુવત ફોન પર કંઈક જૂદો જ ખેલ રમી રહ્યા હતા. પ્રેસ ગેલેરીમાં બેઠેલા પત્રકારે તેમની તસ્વીર લીધી અને જૂમ કરીને જોતા માલૂમ પડ્યુ કે, તેઓ મહિલાઓની ગંદી તસ્વીરો જોઈ રહ્યા હતા. આ સમયે તેમણે ચહેરા પરથી માસ્ક પણ હટાવી લીધુ હતૂ. તેઓ ત્રણ તસ્વીરોને તો ખૂબ લાંબો સમય સુધી જોઈ રહ્યા હતા. જેમાં એક મહિલા ટોપલેસ હતી. જ્યારે બીજી મહિલા ન્યૂડ થઈને બેડ પર સૂતેલી હતી.

સાંસદે બહાનું બનાવી છટકવાની કોશિશ કરી

જ્યારે પત્રકારે આ બાબતે સાંસદને સવાલ કર્યો ત્યારે સાંસદ પણ ચોંકી ગયા હતા. તેમણે સ્વિકાર કર્યો હતો, તેઓ મોબાઈલમાં ગંદી તસ્વીરો જોઈ રહ્યા હતા. જો કે, તેમણે દાવો કર્યો હતો કે, તેમને પૈસાની મદદના બદલે આવી તસ્વીરોની માગ કરી હતી. સાંસદે કહ્યુ હતું કે, હું તસ્વીરોમાં એવુ જોતો હતો કે, યુવતીના બેક્ગ્રાઉન્ડમાં કોઈ એવી વસ્તુ તો નથી ને, જેનાથી યુવતીને કોઈ ખતરો હોય. ફોટામાં રહેલી આસપાસની વસ્તુને ધ્યાનથી જોઈ રહ્યો હતો.

ભારતમાં પણ બની છે આવી શરમજનક ઘટના

ભારતમાં પણ આ રીતની ઘટના સામે આવી હતી. 2012માં કર્ણાટક વિધાનસભામાં બે કેબિનેટ મંત્રી સ્માર્ટફોન પર અશ્લીલ ફિલ્મો જોતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા. આ ઉપરાંત 2015માં ઓડિશા વિધાનસભામાં પણ એક ધારાસભ્ય આવી રીતની હરકતો કરતા જોવા મળ્યા હતા.

READ ALSO

Related posts

અહેમદ પટેલના પાર્થિવ દેહને વતન પીરામણ લવાશે, ગુજરાત કોંગ્રેસના નેતાઓ અંતિમક્રિયામાં રહેશે હાજર

pratik shah

Alert! 1 જાન્યુઆરીથી ગાડી પર Fastag લગાવવું બનશે ફરજિયાત, નહીંતર અટકી જશે વાહન સાથે જોડાયેલું આ જરૂરી કામ

Ankita Trada

મહિલાઓ ખાસ વાંચે/ 24 કલાક આ વસ્તુ પહેરવી સાબિત થઇ શકે છે ખૂબ જ ખતરનાક, સ્વાસ્થ્યને થાય છે આટલા નુકસાન, જાણી લો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!