GSTV

શિવરાજ કેબિનેટમાં મહાકૌશલની અવગણના કરાતા રોષ, ભાજપ ધારાસભ્યે જ પક્ષ સામે ખોલ્યો મોર્ચો

Last Updated on January 4, 2021 by Mansi Patel

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્ત્વવાળી સરકારના મંત્રીમંડળનું રવિવારે વિસ્તરણ કરવામા આવ્યું. શિવરાજ કેબિનેટના રવિવારે થયેલા વિસ્તરણ બાદ તેની સાઈડ ઈફેક્ટ હવે જોવા મળી રહી છે. રવિવારે શિવરાજ કેબિનેટના વિસ્તારમાં મહાકૌશલ ક્ષેત્રના ધારાસભ્યોની અવગણના કરવા અંગે પૂર્વ મંત્રી અને સત્તાધારી ભાજપના વરિષ્ઠ નેતા અજય બિશ્નોઈએ પોતાના પક્ષની સરકાર વિરુદ્ધ જ મોર્ચો ખોલ્યો છે.

ટ્વિટ કરી રોષ વ્યક્ત કર્યો

ભાજપના વરિષ્ઠ નેતા અજય બિશ્નોઈએ સોમવાર સવારે ટ્વિટ કરી ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે ટ્વિટમાં લખ્યું કે,‘મહાકૌશલ હવે ઉડી શકતું નથી માત્ર પાંખ હલાવી શકે છે. મધ્ય પ્રદેશમાં સરકારનું પૂર્ણ વિસ્તરણ થયું. ગ્વાલિયર, ચંબલ, ભોપાલ, માલવા ક્ષેત્રના દર બીજા ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવ્યો છે. સાગર, શહડોલ સંભાગનો દર ત્રીજો ભાજપનો ધારાસભ્ય મંત્રી છે.’

હવે માત્ર ખોટી પ્રશંસા કરતા રહેવું પડશે

ધારાસભ્ય બિશ્નોઈએ કટાક્ષ કરતા કહ્યું કે,‘મહાકૌશલના 13 ભાજપના ધારાસભ્યોમાંથી 1 અને રીવા સંભાગના 18 ધારાસભ્યોમાંથી 1 ધારાસભ્યને મંત્રી બનવાનું માન મળ્યું છે. મહાકૌશલ અને વિંધ્ય હવે પંખ હલાવી શકે છે પણ ઉડી નથી શકતા. હવે બંને પ્રદેશે માત્ર ખુશ રહી (મોટા નેતાઓની) ખોટી પ્રશંસા કરતા રહેવું પડશે. સૌને શુભકામના.’

કેબિનેટમાં સિંધિયા સમર્થકોનો દબદબો

વાસ્તવમાં શિવરાજ કેબિનેટમાં સિંધિયા સમર્થકોને સ્થાન આપવાની મજબૂરીના કારણે સત્તા પક્ષે પોતાના ધારાસભ્યોને મેનેજ કરવાનો ગંભીર પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. શિવરાજ કેબિનેટમાં હવે સિંધિયા સમર્થક કુલ 11 મંત્રી છે. કોંગ્રેસે પણ શિવરાજ કેબિનેટમાં જ્યોતિરાદિત્ય સિંધિયાનો દબદબો હોવાનો આરોપ લગાવ્યો. જેથી જોઈ શકાય છે કે, ભાજપમાં હવે તેના પોતાના જ નેતાઓ માટે કોઈ સ્થાન રહ્યું નથી. એવામાં અજય બિશ્નોઈની ટ્વિટે કોંગ્રેસને સત્તાધારી પક્ષ ભાજપ પર નિશાનો સાધવાની વધુ એક તક આપી દીધી છે.

READ ALSO

Related posts

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!