GSTV
Gujarat Government Advertisement

ન ઘરના રહ્યા ન ઘાટના: બે વખત સાંસદ રહેલા ભાજપ ઉમેદવારને જિલ્લા પંચાયતના અધ્યક્ષ બનાવવા લાયક પણ ન સમજ્યા, મળી ભૂંડી હાર

Last Updated on May 4, 2021 by Harshad Patel

ઉત્તર પ્રદેશમાં યોજાયેલી ચૂંટણીઓના પરિણામો કેટલીય જગ્યાઓ ઉપર ચોંકાવનારા આવ્યા છે. લખનઉની મોહનલાલ ગંજ સીટથી બે વખત સાંસદ રહી ચૂકેલા અને જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવાર રીના ચૌધરીને પણ હારનો સામનો કરવો પડ્યો છે. તેમને સમાજવાદી પક્ષના ઉમેદવારે હરાવી દીધા છે.

લખનઉમાં જિલ્લા પંચાયત માટે SC મહિલા માટે સીટ આરક્ષિત

આ વખતે લખનઉમાં જિલ્લા પંચાયત માટે SC મહિલા માટે સીટ આરક્ષિત હતી. એટલા માટે જ બીજેપીના પૂર્વ સાંસદ રહેલી રીના ચૌધરીને વોર્ડ નંબર 15 ના જિલ્લા પંચાયતના ઉમેદવાર બનાવ્યા હતા. આશા હતી કે રિનાને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જિત્યા પછી તેમને અધ્યક્ષ બનાવવામાં આવશે. પરંતુ સપા સમર્થિત પલક રાવતે 2100 મતના અંતરથી તેમને હરાવી દીધા.

રીના ચૌધરી અને બીજેપીના સપના પર પાણી ફરી વળ્યું

વોર્ડ નંબર 15થી પલક રાવલને 8834 વોટ મળ્યા હતા. ત્યાં રીના ચૌધરીને 6735 વોટ મળ્યા હતા. સાથે રીના ચૌધરી અને બીજેપીના સપના પર પાણી ફરી વળ્યું. લખનઉ જિલ્લા પંચાયતના 25સભભ્યો છે. જિતનારા સભ્યો મળીને તેમાંથી એક જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટે છે. રીના ચૌધરી મોહનલાલ ગંજ સીટ થી સમાજવાદી પાર્ટીની ટીકીટ પર 1998-99 અને 199-2004 બે વખત સાંસદ રહી ચૂકી છે.

પૂ્ર્વાંચલ, અવધ અને મધ્ય યુપીમાં સપાનો દબદબો જોવા મળ્યો

પૂ્ર્વાંચલ, અવધ અને મધ્ય યુપીમાં સપાનો દબદબો જોવા મળી રહ્યો છે. અહીં સુધી પ્રધાન મંત્રી નરેન્દ્રમોદીના સંસદીય વિસ્તાર વારાણસી અને અયોધ્યામાં પણ બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં પશ્ચિમ યુપીમાં પણ બીજેપી પોતાના વિસ્તારો ગુમાવતી આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મહામારી/ દેશમાં 31 કરોડ લોકોના થયા ટેસ્ટ : 7 દિવસથી 4000 લોકોના મોતની સરેરાશ, આજે પણ નોંધાયા આટલા કેસ

Bansari

તાલાલા: પેસેન્જર પાસીંગ હોવા છતાં નિયમ વિરૂધ્ધ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દરરોજ કેરીનાં હજારો બોકસની હેરફેર, નાના માલવાહકોનો ધંધો ઠપ્પ

Pravin Makwana

વિધિ-વિધાન સાથે ખોલવામાં આવ્યા ગંગોત્રી ધામના કપાટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી પહેલી પૂજા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!