GSTV
Home » News » ત્રણ પ્રિસાઈડિંગ ઓફિસરોના મોત, ઘણા મતદાન મથકો પર ઈવીએમ ખરાબ

ત્રણ પ્રિસાઈડિંગ ઓફિસરોના મોત, ઘણા મતદાન મથકો પર ઈવીએમ ખરાબ

ઈવીએમની ખરાબીના અહેવાલો વચ્ચે મધ્યપ્રદેશમાં પ્રારંભિક એક કલાકમાં 6.23 ટકા મતદાન નોંધાયું હતું. મુખ્ય ચૂંટણી અધિકારી બી. એલ.કાંતારાવે કહ્યુ છે કે ત્રણ મતદાન કેન્દ્રો પસરવાડા, લાંજી અને બૈહરમાં સવારે સાતવાગ્યે મતદાન શરૂ થયું છે અને બાકીની 227 બેઠકો પર સવારે આઠ વાગ્યે મતદાન થયું છે.પહેલા કલાકમાં છ ટકાથી વધારે વોટિંગ વચ્ચે કાંતારાવે સ્વીકાર્યું છે કે રાજ્યના એકસો જેટલા મતદાન કેન્દ્રો પર ઈવીએમ મશીનો ખરાબ થવાની ફરિયાદો મળી છે. આ ઈવીએમને અડધો કલાકની વચ્ચે બદલવામાં આવ્યા છે.

વોટિંગ શરૂ થતાની સાથે જ મધ્યપ્રદેશના ભોપાલ અને છિંદવાડામાં ઈવીએમ ખરાબ થવાની ફરિયાદો મળી હતી. છિંદવાડામાં 124 ક્રમાંકના પોલિંગ બૂથ પર એક કલાક બાદ વોટિંગ શરૂ થયું હતું. તો ભોપાલની રસિદિયા સ્કૂલમાં વોટર ઈવીએમ ખરાબ હોવાને કારણે પરેશાન દેખાયા હતા. મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં બે, અલીરાજપુરમાં અગિયાર અને બુરહાનપુરમાં બે ઈવીએમ મશીનો બદલવામાં આવી છે. મંદસૌરમાં દશ ઈવીએમ મશીનો ખરાબ હોવાની ફરિયાદ મળી હતી. જેમાના પાંચ ઈવીએમ બદલવામાં આવ્યા છે અને પાંચ ઈવીએમને ઠીક કરવામવામાં આવ્યા છે.

ભોપાલના ચાર ઈમલીમાં ખરાબ થયેલા ઈવીએમને ઠીક કરવામાં આવ્યું છે. જેને કાણે વોટિંગમાં પંદર મિનિટ જેટલો વિલંબ થયો હતો. મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારી વી. એલ. કાંતારાવ પણ વિલંબને કારણે વોટિંગ કરી શક્યા ન હતા.

મધ્યપ્રદેશના ઈંદૌરમાં બે પ્રિસાઈડિંગ ઓફિસર અને ગુનામાં મતદાન દરમિયાન એક પ્રિસાઈડિંગ ઓફિસરનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. તેઓ બમૌરીના પરાંઠ ગામના મતદાન કેન્દ્ર પર તેનાત હતા.

ઈન્દૌર, ગ્વાલિયર બાદ છત્તરપુર, મહારાજપુર, ભિંડ અને રાજગઢ વિધાનસભા બેઠકના પોલિંગ બૂથ પરથી પણ ઈવીએમ ખોટકાવાના અહેવાલ આવ્યા હતા. ખરગૌનના ત્રણ પોલિંગ બૂથો પર ઈવીએમ ખરાબ થવાની ફરિયાદો આવી હતી.

Related posts

દિલ્હી : AIIMSમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટના સ્થળે

Nilesh Jethva

અરૂણ જેટલીના ખબર અંતર પુછવા નેતાઓની ભીડ, નીતિશ કુમાર અને માયાવતી એઈમ્સ પહોંચ્યા

Nilesh Jethva

દેશના સૌથી લાંબા વ્યક્તિએ યોગી આદિત્યનાથ પાસે માગી આ મદદ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!