GSTV
Gujarat Government Advertisement

મધ્ય પ્રદેશનાં કૃષિમંત્રીએ કહ્યુ, આ કારણે કમલનાથની સામે FIR નોંધાવે ખેડૂતો

Last Updated on April 28, 2020 by Mansi Patel

મધ્યપ્રદેશના કૃષિ મંત્રી કમલ પટેલે રાજ્યના ખેડુતોને કિસાન લોન માફી યોજનામાં કથિત છેતરપિંડી બદલ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિવરાજસિંહ ચૌહાણ સરકાર કમલનાથ દ્વારા શરૂ કરાયેલી લોન માફી યોજના બંધ કરવાની તૈયારી કરી રહી છે. તેનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે ન તો સરકાર પાસે નાણાં છે અને ન તો તે ચાલુ રાખવા માંગે છે. જણાવી દઈએ કે, લોન માફીના વાયદાએ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના નેતા કમલનાથની સરકાર બનાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો.

મધ્યપ્રદેશમાં, તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) એ કોંગ્રેસને દૂર કરીને સત્તા સંભાળી છે. એવા સંકેત મળી રહ્યા છે કે જે લોન માફી યોજનાને કમલનાથે શપથ લેતાની સાથે શરૂ કરેલી તેનો અંત હવે નજીક છે. સરકારના ખૂબ વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું કે શાસક શિવરાજસિંહ સરકાર પાસે ન તો તેના માટે પૂરતા નાણાં છે અને ન તો તે ચાલુ રાખવા માંગે છે. કિસાન લોન માફી યોજનાને કારણે ઘણા વર્ષો પછી મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સત્તામાં આવી હતી, પરંતુ હવે તેના બંધ થવાના સંકેતો મળી રહ્યા છે.

શિવરાજસિંહ સરકારમાં તાજેતરમાં કૃષિ મંત્રી તરીકે નિયુક્ત થયેલા કમલ પટેલે આરોપ લગાવ્યો છે કે કિસાન લોન માફી યોજના એ એક મોટી છેતરપિંડી છે જે કમલનાથ સરકારે કરી છે. તેથી સમગ્ર રાજ્યના ખેડુતોને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા જણાવ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!