GSTV

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયત અત્યંત નાજુક, નિષ્ણાંત તબિબો કરી રહ્યા છે સારવાર- ફેફ્સામાં તકલીફ વધતાં વેન્ટિલેટર પર

રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજની તબિયત અત્યંત નાજુક થઈ ગઈ છે. તેમની સ્થિતિ ગંભીર બનતા અમદાવાદથી ત્રણ નિષ્ણાત ડોક્ટર સાથે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં તાબડતોબ ચાર્ડર્ડ પ્લેન મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. અમદાવાદથી આવેલા નિષ્ણાત ડો.તુષાર પટેલ, ડો.અતુલ પટેલ અને ડો.આનંદ શુક્લાએ અજય ભારદ્વાજની તપાસ કરી.ઉલ્લેખનીય છે કે ચેસ્ટ સ્પેશિયાલીસ્ટ ડો.તુષાર પટેલે કહ્યું કે અજય ભારદ્વાજને લોહીમાં ઓક્સિજન પહોંચતો નથી. લોહીમાં ગઠ્ઠા જામી ગયા છે.

અજય ભારદ્વાજને લોહીમાં ઓક્સિજન પહોંચતો નથી. લોહીમાં ગઠ્ઠા જામી ગયા

ઉલ્લેખનીય છે કે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધુ છે. અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે. ડોક્ટરોએ એમ પણ કહ્યું કે ભારદ્વાજની સારવાર એક્મો મશીનથી કરવામાં આવશે. એઈમ્સના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. તો બીજી બાજુ સુરતના  નિષ્ણાત તબીબ ડૉ.સમીર ગામીની પણ મદદ લેવાઈ છે. ડોક્ટર ગામીને પણ રાજકોટ બોલાવાયા છે.

કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધુ છે. અને રોગ પ્રતિકારક શક્તિ ઘટી

તેમણેસુરતમા કોરોના અનેક દર્દીઓને ફેફસાંની ગંભીર સ્થતિમાંથી સુધાર્યા છે. મહત્વનું છે કે અભય ભારદ્વાજને 16 દિવસ પહેલા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારથી તેઓ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભૂપેન્દ્રસિંહ સાથે અમદાવાદથી ડો.અતુલ પટેલ, ડો.તુષાર પટેલ અને ડો.આનંદ શુક્લ અભય ભારદ્વાજની ટ્રીટમેન્ટ માટે રાજકોટ આવ્યા છે. ફેફ્સામાં તકલીફ વધતાં ભારદ્વાજને બે દિવસથી વેન્ટિલેટર પર રખાયા છે. મહત્વનું છે કે અભય ભારદ્વાજના પરિવારમાં તમામ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા. તેમની પુત્રી અને પુત્રને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા.

 • પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીજા શહેરમાં જન્મ
 • એસએસસી ભારતમાં કર્યુ
 • અગ્નિકાલ ફિલ્મમાં પણ રોલ કર્યો
 • અખબારથી લઈને ધારાશાસ્ત્રી સુધીની સફર ખેડી
 • ૧૮ વર્ષે હિન્દુસ્તાનના સૌથી યુવાન સબ એડીટર બન્યા
 • ૨૧ વર્ષની વયે ગુજરાતની વ્યવસાય પત્રકારોની મંડળની કારોબારીમાં બિનહરીફ ચૂંટાયા

૨૧ વર્ષની વયે ગુજરાતની વ્યવસાય પત્રકારોની મંડળની કારોબારીમાં બિનહરીફ ચૂંટાયા

 • કુરૂક્ષેત્રમાં અખિલ ભારતીય લા ડીબેટમાં ૪૧ યુનિ.ના હરીફોની વચ્ચે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
 • વકીલાત દરમિયાન ૨૧૦ જેટલા જુનિયર હોવાનો વિક્રમ
 • શશિકાંત માળીને ફાંસીના માચડે ચડાવવામાં મહત્વનો રોલ ભજવ્યો
 • રાજકોટ બાર એસો.માં પ્રમુખપદ માટે બિનહરીફ ચૂંટાઈને પ્રમુખ રહ્યા
 • કેન્દ્રીય ઔદ્યોગિક જજોની નિમણૂંક પસંદગી સમિતીના સભ્ય તરીકે પણ સેવા
 • બ્રાહ્મણોમાં એકતા લાવવા પરશુરામ યુવા સંસ્થાની સ્થાપના કરી

રાજકારણમાં સક્રિયતા

 • ૧૯૭૭થી જનતા પાર્ટીથી સક્રિય રીતે પ્રવેશી રાજકારણના રંગે રંગાયા
 • ૧૭ વર્ષની વયે જનસતામાં જોડાયા
 • ૧૯૭૭માં જનતા પાર્ટીના શાસન વખતે ૨૩ વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લા જનતાપક્ષના મંત્રી બન્યા
 • ગુજરાત જનતા યુવા મોરચાના મહામંત્રી બન્યા
 • અખિલ ભારતીય કારોબારીમાં સ્થાન મેળવ્યું
 • રાજ્યસભામાં ગુજરાતમાંથી ભાજપના સાંસદ તરીકે ચૂંટાયા

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!