GSTV
Home » News » ન્યૂઝિલેન્ડના પ્રવાસે જઈ રહેલી ભારતીય ટીમને બેટીંગ દરમિયાન રહેશે આ સમસ્યા, રહાણેએ ખોલ્યો રાઝ

ન્યૂઝિલેન્ડના પ્રવાસે જઈ રહેલી ભારતીય ટીમને બેટીંગ દરમિયાન રહેશે આ સમસ્યા, રહાણેએ ખોલ્યો રાઝ

ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્યા રહાણેએ ન્યૂઝીલેન્ડ પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતને આવતા મહિને ન્યૂઝીલેન્ડ પ્રવાસમા બે ટેસ્ટની શ્રેણી રમવાની છે અને ટીમ ઈન્ડિયાના મીડલ ઓર્ડરના બેટ્સમેન રહાણેએ કહ્યું છે કે, ન્યૂઝીલેન્ડ પ્રવાસ બેટ્સમેનો માટે પડકારજનક હોય છે. ખાસ કરીને ત્યાં સારી એવી ઝડપે પવન વહેતા હોય છે અને આ બાબત બેટ્સમેનો માટે મુશ્કેલી સર્જે છે.

ટીમ ઈન્ડિયા જાન્યુઆરીના અંત ભાગમાં જ ન્યૂઝીલેન્ડ પ્રવાસે જશે અને ત્યાં ટી-૨૦ અને વન ડેની શ્રેણીની સાથે બે ટેસ્ટ મેચ પણ રમશે. ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે તારીખ ૨૧ થી૨૫ ફેબુ્રઆરી દરમિયાન વેલિંગ્ટનમાં ટેસ્ટ મેચ રમાશે. જ્યારે બીજી ટેસ્ટ ૨૯મી ફેબુ્રઆરીથી ૪ માર્ચ દરમિયાન ક્રાઈસ્ટચર્ચમાં રમવાની છે.

ધોનીની કેપ્ટન્સીમાં ૨૦૦૯માં ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારતનો તે ન્યૂઝિલેન્ડની ભૂમિ પરનો સૌપ્રથમ ટેસ્ટ શ્રેણી વિજય હતો. હવે જ્યારે ભારતીય ટીમ ન્યૂઝિલેન્ડ જઈ રહી છે, ત્યારે રહાણેને આશા છે કે, અમે જીતના સિલસિલાને દોહરાવીશું. અમે ત્યાં ૨૦૧૪માં પણ રમી ચૂક્યા છીએ. ત્યાં ઝડપી પવનને કારણે બોલને મુવમેન્ટ મળતી હોય છે. અમારે તેનાથી સાવધાન રહેવું પડશે. અમારે ઝડપથી પરિસ્થિતિને અનુકૂળ થવું પડશે. છેલ્લા પ્રવાસમાં અમે વેલિંગ્ટનમાં તો ટેસ્ટ રમ્યા હતા.જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ક્રાઈસ્ટચર્ચમાં ટેસ્ટ રમ્યા નથી, જેના કારણે ત્યાંનો અનુભવ રસપ્રદ બનશે.

લેફર્ટ આર્મ ફાસ્ટર વાગ્નેર સામે રમવા માટે વિશેષ તૈયારી કરવી પડશે તેમ જણાવતા રહાણેએ કહ્યું હતુ કે, તેણે તાજેતરની શ્રેણીમાં શાનદાર દેખાવ કર્યો છે. એક બેટ્સમેન તરીકે તમારે તમામને ગંભીરતાથી લેવા પડે. અમારે તેમની સામે અમારી નૈસર્ગિક રમત દર્શાવવી પડશે.

READ ALSO

Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર

Nilesh Jethva

દિલ્હીમાં હિંસા ભડકાવતા લોકોને દેખતા જ ગોળી મારવાનો ઓર્ડર, ઠેર ઠેર સુરક્ષા જવાનો તૈનાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!