GSTV
Bollywood Entertainment Photos Trending

વર્ષ 2020માં બોલિવડનાં સુપરસ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ થશે ટક્કર, જાણો તે કઈ છે

વર્ષ 2020માં ઘણા મોટા સુપરસ્ટારની ફિલ્મોની બોક્સ ઓફિસ પર ટક્કર થશે. જ્યારે આ વર્ષે વાસ્તવિક ઘટનાઓ અને લોકો પર આધારિત ફિલ્મો પણ રિલીઝ કરવામાં આવશે. 2020 માં રિલીઝ થનારી મોટી ફિલ્મો પર એક નજર નાખીએ તો…

10 જાન્યુઆરી, 2020: ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ અને ‘છપાક’

1670 ની સિંહનાદની લડાઇ પર આધારિત ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મમાં, કાજોલ અને અજય દેવગન 2010 પછી ફરી એક સાથે જોવા મળશે. વિક્રાંત મેસ્સી અને દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક’ પણ તે જ દિવસે રિલીઝ થશે, જે એસિડ એટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના વાસ્તવિક જીવન પર આધારિત છે.

24 જાન્યુઆરી 2020: ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’ અને ‘પંગા’

વરૂણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી સ્ટારર ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3 ડી’ 24 જાન્યુઆરીએ સ્ક્રીન પર નજરે આવશે. આ ફિલ્મનું નિર્દેશન રેમો ડીસુઝાએ કર્યું છે. ફિલ્મ નિર્માતા અશ્વિની ઐય્યર તિવારીની ફિલ્મ ‘પંગા’ પણ તે જ દિવસે રિલીઝ થશે. જેમાં કંગના રનૌત કબડ્ડી પ્લેયરની ભૂમિકા નિભાવતી જોવા મળશે.

21 ફેબ્રુઆરી 2020: ‘ભૂત પાર્ટ 1: ધ હોન્ટેડ શિપ’ અને ‘શુભ મંગલ જ્યાદા સાવધાન

વિકી કૌશલની પહેલી હોરર ફિલ્મ ‘ભૂત પાર્ટ 1: ધ હોન્ટેડ શિપ’ 21 ફેબ્રુઆરીના રોજ રિલિઝ થશે. જ્યારે આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ પણ આ દિવસે રિલીઝ થશે. નીના ગુપ્તા અને ગજરાજ રાવ ફરી એકવાર આ ફિલ્મમાં જોવા મળશે.

17 એપ્રીલ 2020, રુહીઅફ્જા અને ગુલાબો સિતાબો


17 એપ્રિલનાંરોજ હાર્દીક મહેતાની રૂહીઅફ્જા રીલીઝ થશે. જેમાં જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે અમિતાભ બચ્ચન અને આયુષ્યમાનની ફિલ્મ ગુલાબો સિતાબો પણ થશે રિલિઝ

24 એપ્રિલ 2020 , ચેહરે અને લૂડો


અમિતાભ બચ્ચનની ફિલ્મ ચેહરે અને અનુરાગ બસુની ફિલ્મ લૂડો 24 એપ્રીલે રિલિઝ થશે.

22 મે 2020: ‘લક્ષ્મી બોમ્બ’ અને ‘રાધે’

22 મેના રોજ અક્ષયની હોરર કોમેડી ફિલ્મ લક્ષ્મી બોમ્બ રિલીઝ થશે. જ્યારે અક્ષયની આ ફિલ્મ સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ને ટક્કર આપશે. જેનું નિર્દેશન પ્રભુદેવે કર્યું છે.

31 જુલાઈ 2020: શમશેરા અને ભૂલ ભુલૈયા

31 જુલાઈનાં રોજ અભિનેતા રણબીર કપૂર અને સંજય દત્ત અભિનિત શમશેરાને કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયારા આડવાણીની ફિલ્મ ભૂલ ભુલૈયા બોક્સઓફિસ પર ટક્કર આપશે.

14 ઓગસ્ટ 2020:ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા અને એટેક

સ્વતંત્રતા દિવસનાં એક દિવસ પહેલા 14 ઓગસ્ટે ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા અને ‘એટેક રિલીઝ થશે.

2 ઓક્ટોબર 2020: ‘સરદાર ઉધમ સિંહ’ અને ‘તૂફાન’

2 ઓક્ટોબરે ઘણી ફિલ્મો રિલીઝ થશે. ગાંધી જયંતિ નિમિત્તે, શૂજિત શ્રીકારની ફિલ્મ ‘સરદાર ઉધમ સિંઘ’, મિલાપ ઝવેરીની ‘સત્યમેવ જયતે 2’ અને રાકેશ ઓમપ્રકાશ મહેરાની ‘તૂફાન’ રિલીઝ થશે.

13 નવેમ્બર 2020 : પૃથ્વીરાજ અને ધાકડ”

13 નવેમ્બરનાં રોજ ફિલ્મ પૃથ્વીરાજ રીલીઝ થશે. જેમાં પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર અભિનેત્રી રીતે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરશે. આ ફિલ્મની સાથે સાથે જ કંગના રનૌતની ધાકડ’ પણ રીલીઝ થશે.

READ ALSO

Related posts

Johnson And Johnsonના ઉત્પાદન પર પ્રતિબંધ! પાવડરમાં ઝેરી રસાયણો ભેળવવાનો આરોપ, કંપનીને 15 હજાર કરોડનો દંડ

Binas Saiyed

અમદાવાદમાં પ્રોપર્ટીટેકસની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકાશે, 15 દિવસમાં થઇ જશે અરજીનો નિકાલ

Damini Patel

વધુ એક ફલાઇટમાં ખામી સર્જાઈ/ એલાર્મ વાગ્યા બાદ કોઈમ્બતુરમાં Go First ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, બધા મુસાફરો સુરક્ષિત

Binas Saiyed
GSTV