GSTV

Movie Review: બરેલી કી બર્ફી

Last Updated on August 18, 2017 by

એડ એજન્સીના બેકગ્રાઉન્ડમાં કામ કરી ચૂકેલી અશ્વિની અય્યર તિવારીની પહેલી ફિલ્મ નિલ બટે સન્નાટા’ને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી સારો રિસપોન્સ મળ્યો હતો. જોકે બિઝનેસના હિસાબે ફિલ્મ ઠીક-ઠાક રહી હતી. પરંતુ ‘બરેલી કી બર્ફી’ની સાથે અશ્વિનીએ નાના શહેરની વાર્તાની સાથે થોડી કમર્શિયલ ફિલ્મ બનાવી છે. આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ અને ક્રિતિ સેનન સ્ટારાર ફિલ્મ ‘બરેલી કી બર્ફી’ ઓડિયન્સ સુધી તે મિઠાસ પહોંચાડી શકશે? જાણો, કેવી છે આ ફિલ્મ…

સ્ટોરી:

આ વાર્તા બરેલીમાં રહેતા મિશ્રા પરિવારની છે જેમાં બિટ્ટી (ક્રિતિ સેનન) પોતાના માતા (સીમા પહવા) અને પિતા (પંકજ ત્રિપાઠી)ની સાથે રહે છે. બિટ્ટીના માતા-પિતાના તેના લગ્ન કરાવવા ઇચ્છે છે પરંતુ છોકરાવાળા તરફથી વારંવાર અજીબ અજીબ પ્રકારના સવાલ પૂછવાને કારણથી બિટ્ટી ઘરેથી ભાગી જવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે જ સમયે તેને ‘બરેલી કી બર્ફી’ નામની એક નૉવેલ મળે છે અને તેના રાઇટર પ્રીતમ વિદ્રોહી (રાજકુમાર રાવ)ની સાથે તેને પ્રેમ થઇ જાય છે. પ્રિતમની શોધમાં બિટ્ટીની મુલાકાત પ્રિંટિંગ પ્રેસના માલિક ચિરાગ દુબે (આયુષ્માન ખુરાના)ની સાથે થાય છે. જે ખરેખરમાં નૉવેલનો રાઇટર છે પરંતુ તેણે પોતાના મિત્ર પ્રીતમના નામથી આ નૉવેલ છાપી હોય છે. બિટ્ટીને પહેલી વખત જોઇને પ્રેમ કરી બેઠેલો ચિરાગ હવે પ્રીતમને શોધીને બિટ્ટીની સામે લાવે છે. પરંતુ પ્રીતમના આવાતની  સાથે જ ફિલ્મના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવવા લાગે છે, બિટ્ટી ફિલ્મના અંતમાં કોની સાથે જાય છે તે માટે ફિલ્મ જોવી પડશે….

ડિરેક્શન:

પોતાની ડેબ્યુ ફિલ્મ ‘નીલ બટે સન્નાટા’થી ઓડિયન્સની દિલ જીતનારી અશ્વિની અય્યર તિવારી ફરી એક વખત શાનદાર ફિલ્મને ડિરેક્ટ કરી છે.ફિલ્મને વધુ પ્રભાવશાળી બનાવવા માટે કોમેડીને ખુબ સારી રીતે રજૂ કરી છે.અશ્વિનીએ નાના શહેરની વાર્તા શાનદાર રીતે બતાવી છે. ડાયલૉગ્સ કમાલના છે, જે ખૂબ હસાવે છે. આ સિવાય, ફિલ્મમાં સારા લોકેશન્સ બતાવવામાં આવ્યા છે.

એક્ટિંગ:

ફિલ્મના લીડ એક્ટર ક્રિતિ સેનન અને આયુષ્માન ખુરાનાની એક્ટિંગ એકદમ સહજ છે, બંને પોતાના રોલમાં એકદમ ફિટ છે. પરંતુ બર્ફીની ખરી મીઠાસ ત્યારે આવે છે જ્યારે ફિલ્મમાં રાજકુમાર રાવની એન્ટ્રી થાય છે, પોતાની શાનદાર એક્ટિંગથી તે ઓડિયન્સના દિલ જીતી લે છે. જ્યારે બિટ્ટીના માતા-પિતાનું કેરેક્ટર પ્લે કરી રહેલા સીમા પાહવા અને પંકજ ત્રિપાઠીએ પોતાના રોલને જસ્ટિસ આપ્યો છે.પરંતુ ફિલ્મની સ્ટોરી પ્રીડિક્ટેબલ છે. ઓડિયન્સ સહેલાઇથી સમજી જશે કે હવેના સીનમાં શું થશે. સ્ટોરી પર થોડું વધારે કામ થઇ શક્યુ હોત.

મ્યુઝિક:

ફિલ્મની શરૂઆતમાં જાવેદ અખ્તરનો વોઈસ-ઓવર તમને એક નવો ઉત્સાહ પૂરો પાડે છે. ફિલ્મનું મ્યૂઝિક સારું છે. ‘સ્વીટી તેરા ડ્રામા અને ટ્વિસ્ટ કમરિયાં’ ફિલ્મની રિલીઝ પહેલાથી જ હિટ છે.

ફિલ્મ જોવી કે નહિં:

જો તમને લાઇટ કૉમેડી ફિલ્મ જોવી ગમે છે તો આ ફિલ્મ જરૂરથી એક વખત જોઇ શકો છો.

 

Related posts

Movie / માર્વેલની લેટેસ્ટ ફિલ્મ Shang-Chi and the Legend of the Ten Rings કેવી છે?

Lalit Khambhayata

Chehre Review/ ચહેરા ક્યા દેખતે હો, લૉજિક લગા કે દેખો ના… સારી વાર્તા પર બનેલી નબળી ફિલ્મ!

Lalit Khambhayata

Bell Bottom Review : અક્ષય કુમારનો વધુ એક થ્રિલર ધમાકો, દર્શકોને ફરી થિયેટરમાં જવા મજબૂર કરશે ‘બેલ બોટમ’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!