GSTV
Home » News » Review : ગર્લ પાવરની સ્ટોરી સાથે  યુવાઓને આકર્ષિત કરશે Veere Di Wedding

Review : ગર્લ પાવરની સ્ટોરી સાથે  યુવાઓને આકર્ષિત કરશે Veere Di Wedding

શશાંક ઘોષના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ વીરે દી વેડિંગ 1 જૂન એટલે કે આજે રિલિઝ થઇ ગઇ છે. ફિલ્મમાં કરીના કપૂર, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તસલાનિયા મુખ્ય ભુમિકામાં જોવા મળી રહી છે. ફિલ્મના આ ફિલ્મને જ્યાં ચારે તરફથી આવકાર મળી રહ્યો છે સાથે જ આ ફિલ્મની રિલિઝને લઇને પણ ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ફિલ્મની સ્ટોરી દિલ્હીની એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી ચાર યુવતીઓ સાથે શરૂ થાય છે. શાળા માંથી પાસઆઉટ થયા બાદ ચારેય મિત્રો એટલે કે અવની (સોનમ), સાક્ષી સોની  (સ્વરા ભાસ્કર), મીરા (શીખા તલસાનિયા) અને કાલિંદી પુરી (કરીના કપૂર) અલગ અલગ સ્થિતિમાં હોય છે. લાક્ષી લોનીએ ગ્ન તો કરી લીધા પરંતુ લંડન જઇને પોતાના પતિ વિનિત સાથે છૂટાછેડા લઇને દિલ્હી પરત આવે છે. તેવામાં મીરા પોતાના પિતાની મંજૂરી વિના અમેરિકામાં રહેતા જૉન સાથે લગ્ન કરી લે છે જેનો એક દિકરો પણ હોય છે. સાથે જ દિલ્હીમાં રહીને અવનીએ વકીલાતનો અભ્યાસ કર્યો અને મેટ્રિમોનિયલ વકીલ બની ગઇ છે. તેવામાં કાલિંદીની ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ દરમિયાન ઋષભ (સુમિત વ્યાસ) સાથે મુલાકાત તાય છે અને બંને લગ્નની યોજના બનાવે છે. તેઓ દિલ્હી આવીને લગ્નની તૈયારીઓ કરે છે. જ્યારે કાંલિંદીના લગ્નના સમાચાર ત્રણેય મિત્રોને મળે છે તો તેઓ દિલ્હી આવીને એક સાથે કાલિંદીના લગ્નમાં સામેલ થવા તૈયાર થાય છે. આ ચારેય મિત્રોના જીવનમાં અનેક ઉતાર-ચડાવ આવે છે. જ્યારે આ ચારેય મિત્રો એક સાથે કાલિંદીના લગ્નમાં ભેગા થાય છે ત્યારે ઘણી બાબતો સામે આવે છે. અનેક વળાંકો જોવા મળે છે અને આખરે જે પરિણામ આવે છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની સ્ટોરી ચાર મિત્રોની છે જે આધુનિક યુગમાં જીવનને સંપૂર્ણ રીતે જીવવાનો પ્રયાસ કરે છે. ફિલ્મ જે રીતે આગળ વધે છે તમને ખ્યાલ જ નહી આવે કે ઇન્ટરવલ ક્યારે આવી જશે. કરીના, સ્વરા, સોનમ અને શીખાએ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. ફિલ્નની સિનેમેટોગ્રાફી, ડાયરેક્શન અને કાસ્ટિંગ સુંદર છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલૉગ્સ છે જે તમને હસવા મજબૂર કરશે. ઓવરઑલ ફિલ્મ જોવા લાયક છે. ફિલ્મના મ્યુઝિકમાં કંઇ ખાસ દમ નથી. ફિલ્મનો અંત વધુ સારો બનાવી શકાયો હોત .સાથે જ ફિલ્મનું એડિટિંગ શાર્પ નથી.  ટ્રેડ પંડિતોનું માનવું છે કે આ ફિલ્મને એક સારો વીકેન્ડ મળશે.

Related posts

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ બુધવારે અંતરિક્ષના ક્ષેત્રમાં રચશે નવો ઈતિહાસ

pratik shah

સુરતના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ આવ્યા એસીબીના સકંજામા, પતિ-પત્ની ફરાર

Nilesh Jethva

Whatsappના આ યુઝર્સ પાસે ફક્ત 31 ડિસેમ્બર સુધીનો જ સમય, હવે આ કારણે નહી કરી શકે ચૅટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!