Movie Review:સામાન્ય વ્યક્તિના સંઘર્ષની ગાથા સાથે મનોરંજનનો ભરપૂર ડોઝ છે ‘સુઇ ધાગા’

અનુષ્કા શર્મા અને વરુણ ધવન સ્ટારર ફિલ્મ સુઇ ધાગા આજે રિલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મનો કોન્સેપ્ટ જરાં હટકે હોવાથી દર્શકોમાં આ ફિલ્મને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ચાલો તમને જણાવી દઇએ કે કેવી અનુષ્કા અને વરુણની ફિલ્મ ‘સુઇ ધાગા.’

સ્ટોરી

પોતાની પત્ની મમતા (અનુષ્કા શર્મા)ને પ્રોત્સાહન આપવા પર મૌજી (વરુણ ધવન) પોતાના પરેશાન કરનારા માલિકને છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લે છે પરંતુ પરિવારજનોની મદદ લીધો વિના અને અપ્રામાણિક સગાસંબંધીઓ વચ્ચે શું મૌજી પોતાનો બિઝનેસ શરૂ કરી શકશે અને શું તે એક સફળ બિઝનેસમેન બની શકશે?

રિવ્યુ

અનેક મુશ્કેલીઓ વચ્ચે એક સામાન્ય વ્યક્તિ મૌજી હંમેશા કહે છે ‘બધુ જ ઠીક છે.’ ફિલ્મમાં તમને એન્ટરટેઇનમેન્ટનો ભરપૂર ડોઝ છે. પછી ભલે મૌજીની અંગત સમસ્યાઓ હોય, તેની નોકરી હોય, માલિકની ઝાટકણી હોય, બિમાર માતા હોય કે પછી મૌજી પર હંમેશા ગુસ્સો કરતાં તેના પિતા, મૌજીની પત્નીને ઘરના કામમાંથી પ્રેમની બે પળ વિતાવવાનો સમય નથી.

સુઇ ધાગા એક સામાન્ય વ્યક્તિના જીવનના સંઘર્ષની સ્ટોરી છે. ફિલ્મ અનેક પાત્રોની આસપાસ ફરે છે. વરુણ ધવને પ્રામાણિકતા સાથે પોતાનો રોલ નિભાવ્યો છે જ્યારે અનુષ્કા પણ તેના પાત્રમાં સંપૂર્ણપણે ઢળી ગઇ છે. સાધારણ સાડી અને ઓછા મેકઅપમાં અનુષ્કા પોતાના પાત્રને જીવંત બનાવે છે.

ફિલ્મના આ બંને કિરદારો વચ્ચે રોમાન્સ વિના પણ પ્રેમ ઝળકાઇ આવે છે. સપોર્ટિંગ રોલમાં રધુવીર યાદવ મૌજીના પિતાના રોલમાં જરૂર ઇમ્પ્રેસ કરશે. મૌજીની માતાના રોલમાં આભા પરમાર પોતાના પાત્રને પૂરતો ન્યાય આપી રહી છે.

ડિરેક્ટર શરદ કટારિયાએ ફિલ્મને ઘણી રિયલ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં તમામ કિરદાર પોતાની સમસ્યાઓ સાથે સ્થાપિત થઇ જાય છે. ડાયલૉગ્સને તે અંદાજથી લખવામાં આવ્યાં છે જે દરરોજની સમસ્યાઓ વચ્ચે તમને હળવાશનો અનુભવ કરાવશે. ફિલ્મનું સંગીત ક્યાંકને ક્યાંક ફિલ્મ સાથે કનેક્ટ નથી કરતું. ફિલ્મ કોઇ ઉપદેશ આપતી હોય તેવું નથી લાગતું અને અંતનો તમે અંદાજ પણ નહી લગાવી શકો. જો કે ફિલ્મ વચ્ચે વચ્ચે તમને બોરિંગ પણ લાગશે. ફિલ્મની સ્ટોરી સુંદર છે અને અનુષ્કા-વરુણની એક્ટિંગ પ્લસ પોઇન્ટ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter