GSTV

Movie Review : રોમાન્સ અને બ્રોમાન્સનું અદભુત કોમ્બિનેશન છે ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’

Last Updated on February 23, 2018 by Bansari

ફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચેની જંગમાં હંમેશા જીત ગર્લફ્રેન્ડની જ થાય છે આ રિયાલીટીને લઇને લેખક-નિર્દેશક લવ રંજને પોતાની નવી ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીટીની સ્ટોરી લખી છે. પ્યાર કા પંચનામા રિલિઝ માટે ફેમસ ડાયરેક્ટર લવ રંજને આ વખતે રોમાન્સ અને બ્રોમાન્સ વચ્ચેની ટક્કર દર્શાવવાનો સફળ પ્રયાસ કર્યો છે.

Image result for sonu ke titu sweety

ટીટૂ (સની સિંહ) એક એવો યુવક છે જેને વાંરવાર પ્રેમ થઇ જાય છે પરંતુ દર વખતે તેનું બ્રેકઅપ થઇ જાય છે. દુખી ટીટૂને તેનો નાનપણનો ફ્રેન્ડ સોનૂ (કાર્તિક આર્યન) ફક્ત રોવા માટે ખભો જ નથી આપતો પરંતુ તેને ખોટી છોકરીઓની જાળમાં ફસાવાથી પણ બચાવે છે. 13 વર્ષની ઉંમરમાં તેની માતાનું નિધન થયાં બાદ તેનો ઉછેર ટીટૂના પરિવારે જ કર્યો છે અને તે પણ તેને પોતાનો પરિવાર જ માને છે. આ પરિવારના સભ્યો દાદા ઘસીટે (આલોકનાથ), દાદી મમ્મી, પપ્પા અને મામ (વીરેન્દ્ર સક્સેના) પણ છે. લવ અને બ્રેકઅપની માયાજાળથી કંટાળીને ટીટૂ લગ્ન કરવાનો નિર્ણય લે છે. અરેન્જ મેરેજ કરવા માટે તેની પાસે સ્વીટી (નુસરત ભરુચા)નું માંગુ આવે છે. પરિવારજનો અને ટીટૂબધાને સ્વીટી એક આદર્શ યુવતી લાગે છે પરંતુ સોનૂને લાગે છે ‘દાલ મે કુછ તો કાલા હૈ’. સ્વીટીને ખોટી સાબિત કરવા માટે સોનૂ અનેક પ્રયાસો કરે છે પરંતુ સ્વીટી પણ ઇંટનો જવાબ પત્થરથી આપે છે. શું સોનૂ સ્વીટીન્ ખોટી સાબિત કરી શકશે? તે સવાલનો જવાબ મેળવવા માટે તમારે ફિલ્મ જોવી પડશે પરંતુ જો કોમેડીની વાત કરીએ તો લવ રંજનની અગાઉની ફિલ્મોની જેમ જ આ ફિલ્મ પણ કોમેડીથી ભરપુર છે. ઘણાં ડાયલોગ તમને હંસાવશે અને તમને મનોરંજન પુરુ પાડશે.

ફિલ્મમાં લવ રંજને પોતાના ડાયરેક્શનની અમીટ છાપ છોડી છે. ફિલ્મમાં સોનૂના પાત્રમાં કાર્તિક આર્યન અને ટીટૂની ભુમિકામાં સની સિંહ પરફેક્ટ લાગે છે અને તેમની કેમેસ્ટ્રી પણ સ્ક્રીન પર છવાઇ જાય છે. નુસરતે સ્વીટીના રોલને ન્યાય આપ્યો છે અને તેની અભિનય કલાને દાદ આપવાનું ચોક્કસપણ મન થાય. ફિલ્મના અન્ય કલાકારોને પણ સારી સ્ક્રીન સ્પેસ આપવામાં આવી છે. ફિલ્મના મ્યુઝિકની વાત કરીએ તો હની સિંહનું કમબેક સોન્ગ ‘દિલ ચોરી’ તો ફિલ્મની રિલિઝ પહેલા જ હિટ થઇ ગયું હતું પરંતુ ફિલ્મના અન્ય સોન્ગ પણ તમને સાંભળવા ગમશે સાથે જ આ ફિલ્મ દર્શકોને જકડી રાખશે.

Related posts

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel

મોટો ફફડાટ/ નવા વેરિયન્ટ ઓમિક્રોનને પગલે કાઇટ ફેસ્ટિવલ પર સંકટ, ગુજરાત ટુરિઝમની વેઇટ એન્ડ વૉચની નીતિ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!