GSTV
Home » News » Movie Review : રાણી પદ્મીનીના શૌર્યની વિજયગાથા છે ‘પદ્માવત’, ખીલજીના રોલમાં છવાયો રણવીર

Movie Review : રાણી પદ્મીનીના શૌર્યની વિજયગાથા છે ‘પદ્માવત’, ખીલજીના રોલમાં છવાયો રણવીર

સંજય લીલા ભણસાલીની ફિલ્મો હંમેશા એક સુંદર પેઇન્ટીંગ જેવી હોય છે. પરંતુ આ ફિલ્મ જોઇને તેમારા મનમાનસ પર ફક્ત એક જ શખ્સ છવાયેલો રહેશે અને તે છે દાનવ સમાન અલાઉદ્દીન ખિલજી. ભણસાલીની આ ફિલ્મ મેવાડની મહારાણી પદ્માવતી વિશે છે, જેની સુંદરતાની ચારેકોર ચર્ચા થતી હતી. આ ફિલ્મમાં તમને ફક્ત પદ્માવતીની સુંદરતાં જ નહી પરંતુ તેનું શૌર્ય પણ જોવા મળશે.  ઉપરાંત આ ફિલ્મ મહારાવલ રતન સિંહની બહાદૂરી અને રાજપૂત યોદ્ધાઓના શૌર્યગાન અંગે પણ છે. ભણસાલીની તમામ ફિલ્મો માંથી આ ફિલ્મ જરાં હટકે છે તે કહેવું ખોટું નથી. આ ફિલ્મમાં પણ તમને ભણસાલીનો સ્પેશિયલ ટર જોવા મળશે.

સ્ટોરી

આ ફિલ્મની શરૂઆતમાં જ જણાવી દેવામાં આવ્યું છે કે ફિલ્મની કથા, મલિક મહોમ્મદ જાયસી દ્વારા 1540માં લખવામાં આવેલા મહાકાવ્ય ‘પદ્માવત’ પર આધારિત છે. આ મહાકાવ્ય રાજપૂત મહારાણીની વીરગાથા છે.  ફિલ્મની શરૂઆતમાં સિંહલગઢની રાજકુમારી અને મેવાડના મહારાજા મહારાવલ રતનસિંહને એકબીજા સાથે  પ્રેમ થઇ જાય છે અને તે પદ્માવતીને પોચાની રાણી બનાવીને મેવાડ લઇ આવે છે. રાણી પદ્માવતી સુંદર હોવાની સાથે સાહસી અને ધર્નુવિદ્યામાં નિપુણ છે. આ દરમિયાન મેવાડના રાજગૂરૂ, જેને રાણી પદ્માવતીના કારણે દેશ નિકાલની સજા આપવામાં આવે છે, તે અલાઉદ્દીન ખિલજીને રાણી પદ્માવતીના સૌંદર્ય અંગે જણાવીને મેવાડ પર આક્રમણ કરવા માટે ઉશ્કેરે છે. તેવામાં અલાઉદ્દીન ખિલજી, જે સત્તા મેળવવા પોતાના કાકાની હત્યા કરી નાંખે છે અને મેવાડ પર ચઢાઇ કરે છે. પદ્માવતની કથા મોટાભાગના લોકો જાણે છે પરંતુ ભણસાલીએ આ ફિલ્મને રૂપેરી પડદે એવી રીતે કંડારી છે કે આ ફિલ્મ દર્શકોને જકડી રાખશે.

બોલીવુડમાં એવા ઘણા એકટર્સ છે જે પોતાના પાત્રને ન્યાય આપવા માટે ટ્રાન્સફોર્મ થાય છે પરંતુ રણવીર સિંહે આ ફિલ્મ માટે જે ટ્રાન્સપોર્મેશન કર્યુ છે તેને દાદ આપવી પડે. પદ્માવતમાં નેગેટિવ રોલ કરવા માટે લોકો રણવીર સિંહને લાંબા સમય સુધી યાદ કરશે. પોતાના પાત્રમાં ઘૂસીને રમવીરે જે પ્રકારે ભુમિકા ભજવી છે તે કાબિલ-એ-તારીફ છે.

સાથે જ રાણી પદ્માવતી એટલે કે દિપિકા પાદુકોણની વાત કરીએ તો તેણે પણ પોતાના પાત્રને ન્યાય આપ્.યો છે અને સિલ્વર સ્ક્રીન પર તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ભણસાલી સાથે પહેલી વખત કામ કરી રહેલો શાહિદ કપૂર પણ પોતાની ભુમિકા ભજવવામાં સફળ રહ્યો છે. ફિલ્મમાં નાની પરંતુ મહત્વપૂર્ણ ભુમિકા ભજવનાર જિમ સરભ અને અદિતી રાવ હૈદરીની વાત કરીએ તો ખિલજીનો ડગલે પગલે સાથે આપનાર ગફૂરની ભુમિકામાં તે પરફેક્ટ લાગી રહ્યો છે અને અદિતીએ પોતાની નાનકડી ભુમિકામાં પણ લોકોના દિલોમાં પોતાની છાપ છોડી છે.  એક ભરપૂર એન્ટરટેઇન્મેન્ટ પેકેજ તરીકે પદ્માવત સફળ રહી છે. અઢી કલાકથી વધુ સમયની આ ફિલ્મમાં તમને એક સેકેન્ડ માટે પણ કંટાળો નહી આવે કારણ કે સંજય લીલા ભણસાલીએ ફિલ્મના દરેક સીનમાં તમને કંઇક વિશેષતા પીરસી છે.

Related posts

અમદાવાદ: જાણીતી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરીને વેચવાનુ કૌભાંડ ઝડપાયું

Riyaz Parmar

WC-2019 AFG VS BAN:અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશની જીત, સેમી-ફાઈનલની આશા જીવંત

Path Shah

મહેસાણા: વ્યાજખોરો બેફામ, એક વર્ષથી વ્યાજખોરોનાં ત્રાસથી યુવકે જીવન ટુંકાવ્યું

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!