GSTV
Home » News » Movie Review : પ્રેમનો એક નવો રંગ વ્યક્ત કરે છે વરુણ ધવનની  October

Movie Review : પ્રેમનો એક નવો રંગ વ્યક્ત કરે છે વરુણ ધવનની  October

શૂજીત સરકારના ડાયરેક્શન હેઠળ બનેલી ફિલ્મ October આજે સિનેમાઘરોમાં રિલિઝ થઇ ચુકી છે. ફિલ્મ એક અવર્ણિત પ્રેમની સ્ટોરી છે. ફિલ્મની શરૂઆતમાં તમને સ્ટોરી સમજવામાં સમય લાગશે જો કે પછીથી ફિલ્મ જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમે પણ સ્ટોરીની સાથે વહી જશો. શૂજીત સરકારે આ વખતે દર્શકો માટે એક હટકે ફિલ્મ બનાવી છે. ફિલ્મ ઓક્ટોબર દ્વારા શૂજિત સરકારે એપ્રિલ મહિનામાં જ ઓક્ટોબર જેવી ઠંડકનો અનુભવ કરાવવાનો પ્રયાસ કર્યો છે.

ફિલ્મમાં વરુણ ધવન ડેની એટલે કે દાનિશની ભુમિકામાં જોવા મળ્યો છે. સાથે જ બનિતા સંધૂ શિવલીના પાત્રમાં છે. હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરનાર ડેની એક ફાઇવ સ્ટાર હોટલમાં ઇન્ટર્નશીપ કરે છે. ડેની પોતાના જીવનમાં કોઇ વાતને ગંભીરતાથી નથી લેતો. ડેનીનું સપનું છે કે તે એક રેસ્ટોરન્ટ શરૂ કરે. ડેનીને હોટલમાં શિસ્તહીન હોવાના કારણે વારંવાર હોટલ માંથી હાંકી કાઢવાની ધમકી મળતી રહે છે. આ હોટલમાં શિવલી નામની યુવતી પણ કામ કરે છે જે ડેનીની બેચમેટ છે. શિવલી પોતાના કામને લઇને ખૂબ જ ગંભીર છે. સ્ટોરીમાં વળાંક ત્યારે આવે છે જ્યારે શિવલી ડેનીને પસંદ કરવા લાગે છે અને તેની જાણ ડેનીને નથી હોતી. આ દરમિયાન શિવલી સાથે એક એવી દુર્ઘટના ઘટે છે જેના કારણે તેનું આખુ જીવન પલટાઇ જાય છે. આ દરમિયાન જ ડેનીને જાણ થાય છે કે શિવલી તેને પસંદ કરે છે.

શિવલી સાથે એવી તો કેવી દુર્ઘટના ઘટે છે જેના કારણે તેની સાથે સાથે ડેનીનું જીવન પણ બદલાઇ જાય છે? શું ડેની અને શિવલી એક થઇ શકશે? આ સવાલોના જવાબ માટે તમારે સિનેમાઘરમાં જવું પડશે. ફિલ્મ જરા હટકે છે તેથી તમને જરૂર પસંદ આવશે.

Related posts

કાલે BJPના લોકો 500 રૂપિયા આપીને આંગળી પર સ્યાહી લગાવી ગયા, કહ્યું- કોઈને કહેતા નહીં

Mansi Patel

અધધધ.. એક શોના જજ બનવા માટે કરીના આટલી ફી વસુલશે

Arohi

લખનઉમાં આ કારણે અટકી પડ્યું છે જાહ્નવી કપૂરની ફિલ્મનું શૂટિંગ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!